પટેલ પરિવારે ગુરુપૂર્ણિમા દિવસે પોતાના દીકરાનું કર્યું ગુરુને દાન! અનોખી ગુરુ દક્ષિણા આજ સુધી કોઈ નહિ આપી હોય.

આપણે ત્યાં ગુરુ પૂર્ણિમાનો ખુબ જ અનેરું મહત્વ છે આ દિવસે સૌ કોઈ પોતાના ગુરુ જનોને યથા શકતી ગુરુ દક્ષિણા આપતા હોય છે, પરતું હાલમાં જ એક સાવરકુંડલા એક એવી ઘટના બની કે, તમે સૌ કોઈ ચોકી જશો. એક પટેલ પરિવારે પોતાના દીકરાનું દાન ગુરુને કર્યું છે. આ કિસ્સો સાવરકુંડલાનો છે. ત્યારે ચાલો જાણીએ કે આખરે હકીકત શું છે.

સાવરકુંડલામાં માનવ મંદિર આવેલ છે જ્યાં રખડતી નિરાધાર અને માનસિક અસ્થિર મહિલાઓને એક પણ રૂપિયો લીધા વગર સારવાર આપવામાં આવે છે. આ મહિલાઓનો સારવારનો ખર્ચ માનવ મંદિર દ્વારા ઉઠાવવામાં આવે છે , આ આશ્રમમાં અનોખુ દાન આપવામાં આવ્યું. સૌ કોઈ ભગવાન પાસે દીકરાની માનતા રાખતા હોય છે જ્યારે એક માતાપિતા એ પોતાના દીકરાનું દાન આપ્યું.

બાળકનું દાન આપનાર પટેલ પરિવાર મધ્યપ્રદેશનો છે. માનવ મંદિર આશ્રમના મહંત ભક્તિ બાપુએ આ 7 વર્ષના બાળકની તમામ જવાબદારી સ્વિકારી છે. અત્યાર સુધી સૌરાષ્ટ્રના દૂધરેજમાં બાળકોના દાનની પ્રથા હતી.રિપોર્ટ અનુસાર મધ્યપ્રદેશના હરદા શહેરમાં ઘનશ્યામ પટેલ તેમના પરિવારની સાથે રહે છે. ઘનશ્યામ પટેલ સાવરકુંડલાના માનવ મંદિરના ભક્તિ બાપુના શિષ્ય છે. ભક્તિ બાપુ એક કથાકાર પણ છે અને મધ્યપ્રદેશમાં શિવ કથા કરે છે. તેથી તેમના શિષ્યો મધ્યપ્રદેશમાં પણ છે.

ઘનશ્યામ પટેલે તેમના સાત વર્ષના દીકરાનું દાન ગુરુને આપવાનો નિર્ણય કર્યો અને તેઓ ગુરુપૂર્ણિમાના આગળના દિવસે માનવ મંદિર આશ્રમ આવ્યા અને તેમને 7 વર્ષના દીકરાને ભક્તિ બાપુને અર્પણ કર્યો. ઘનશ્યામ પટેલ અને તેમના પરિવારના સભ્યોએ 7 વર્ષના દીકરાનું દાન ગુરુને આપીને અનોખી ગુરુ દક્ષિણાની મિસાલ કાયમ કરી છે. આ 7 વર્ષના બાળકનું નામ સોહમ છે. માનવ મંદિરના ભક્તિ બાપુએ 7 વર્ષના સોહમના સંસ્કાર અને ભણતરની જવાબદારી ઉઠાવી છે. આ પહેલી વાર માનવ મંદિરમાં પટેલ પરિવાર દ્વારા દીકરાનું દાન આપવામાં આવ્યું છે. તેને અમે તેને સહર્ષ સ્વિકારીએ છીએ. હવે પછીની આ બાળકની તમામ જવાબદારી માનવ મંદિરની રહેશે. ખરેખર ધન્ય છે, આ માતાપિતાને.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *