અતૂટ શ્રદ્ધા નુ પ્રતીક, ભાવનગર ના ભૂતેશ્વર ના મેલડી માં….

હિંન્દુ ધર્મ મા અનેક દેવી દેવતા ઓ છે અને દરેક મા લોકો શ્રધ્ધા ધરાવે જેમાથી એક માતાજી મા મેલડી પણ છે. શ્રી મેલડી માતાજીનો મહિમા અનેરો છે. અમરૈયા નામના અસુરે બ્રમાંડમાં હાહાકાર મચાવી દીધો હતો. બધા દેવો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. દેવોની વાત સાંભળી મા દૂર્ગા અમરૈયાનો વધ કરવા માટે તૈયાર થયા બન્ને વચ્ચે દ્વંદયુદ્ધ થયું. વર્ષો સુધી યુદ્ધ ચાલ્યું. આખતે અમરૈયા થાકી ગયો અને સાયલા ગામે આવી એક સરોવરમાં છૂપાય ગયો. મા દૂર્ગાએ નવદૂર્ગાનું રૂપ લઈ સરોવરનું બધુ પાણી પી ગયો ગયા. આથી અમરૈયા એક મરી ગયેલી ગાયના પેટમાં છૂપાય ગયો.

આખરે નવદૂર્ગાએ મળી એક શક્તિ ઉત્પન કરવાનો નિર્ણય કર્યો દંતકથા મુજબ નવદૂર્ગાએ પોતાના શરીર પરથી મેલ ઉતારી તેમાથી એક પુતળીની રચના કરી તેમાં પ્રાણ પૂર્યા. આ શક્તિ એટલે મા મેલડી. મા મેલડીએ પછી અમરૈયાનો વધ કર્યો અને બધા દેવોએ રાહતનો શ્વાસ લીધો.

આ હતી મા મેલડી મા ની કથા હવે આપણે જાણીએ ભાવનગર ના ભૂતેશ્વર ના મા મેલડી ની ભાવનગર ના ભૂતેશ્વર ગામે આવેલુ મેલડી માનુ મંદીર લાખો ભકતો નુ આસ્થા નુ પ્રતીક છે જે ભાવનગર થી 10 કિલોમીટર ના અંતરે આવેલુ છે જયારે દર રવિવારે અનેક ભકતો દર્શન કરી ધન્યતા અનુભવે છે.

ભાવનગર ના ભૂતેશ્વર ના મેલડી માનુ મંદિર અનેક વર્ષો જુનુ છે અને મેલડી મા આ અનેક વાર પરચા આપ્યા છે. ભાવીક ભકતો દુર દુર થી માતાજી ના દર્શને આવે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *