કષ્ટભંજન દેવના ધામમાં 172 વર્ષમાં પહેલીવાર આવી અદભુત ઘટના બની!જાણીને….
બોટાદમાં બિરાજમાન સાળંગપુરનાં કષ્ટભજન દેવનો મહિમા અનેરો છે. દુઃખો નાં દુર કરનારા વિશ્વમાં ક્યાંય આવા ચમત્કારિક હનુમાનજીની સ્થાન નહીં હોય જ્યાં આવા દિવ્ય અનુભૂતિ કરાવતા હસતા મુખે દર્શન આપનાર અમે શનીને પોતાના પગનીચે રાખનાર દેવ ક્યાંય નહીં જોવા મળે. આજે આપણે હનુમાનજી એક એવી ઘટના વિશે વાત કરવાની છે કે જે 172 વર્ષમાં પહેલીવાર આવું બન્યું.
આ વર્ષે હનુમાનજીની જન્મ જયંતીના પર્વમાં પહેલવાર સાડગપુરમાં દર્શનાર્થીઓ વગર આરતી કરવામાં આવી તે પહેલીવાર બન્યું છે. કોરોનાના વધતા ખતરાના કારણે 172 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર કષ્ટભંજન હનુમાન મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું છે.આ પહેલીવાર બન્યું કે મંદિરને 172 વર્ષ થયા છે પરંતુ આજ સુધીના ઈતિહાસમાં હનુમાન જંયતિના દિવસે કોઈ શ્રદ્ધાળુ મંદિરમાં દર્શન કર્યા વગર પાછા ફર્યા હોય તેવું ક્યારેય બન્યું નથી.
પરંતુ સમય અને સંજોગોના કારણે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે. ત્યારે હનુમાન જયંતિના દિવસે વર્ષોની ચાલી રહેલી પરંપરા મુજબ જ મહાપુજા અને આરતી અને દાદાને શણગાર કરવામાં આવ્યો છે. શ્રદ્ધાળુઓ ન આવી શક્યા તે વાતનું દુ:ખ તો છે પરંતુ શ્રદ્ધાળુઓને વિનંતી છે કે તેઓ સાવચેતી રાખે અને ઘરમાં જ સુરક્ષિત રહે.
વર્ષોથી ચાલી રહેલી પરંપરા મુજબ વહેલી સવારે મંદિરમાં પૂજા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ કષ્ટભંજન દેવનો અભિષેક કરવામાં આવ્યો હતો. ફરક એટલો જ છે કે દર વર્ષે જે હજારો લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવતા હતા તે હાજર નથી. જેથી માત્ર મંદિરના પૂજારી અને સંતો દ્વારા જ મંદિરની પૂજા વિધિ કરવામાં આવી રહી છે.
મંદિરના પૂજારીએ જણાવ્યા મુજબ દર વર્ષે હનુમાન જયંતિએ હજારો ભક્તો દર્શન માટે આવતા હોય છે. દર વર્ષે યજ્ઞ માટે 700 પાટલા રાખવામાં આવે છે જેના દ્વારા સમુહ પૂજા કરવામાં આવતી હોય છે. પરંતુ કોરોનાના મહામારી વચ્ચે સરકારના આદેશ મુજબ આપણે તેમની સુચનાનો પાલન કરી રહ્યાં છે. જેથી આ વર્ષે સમૂહ પૂજા બંધ રાખવામાં આવી હતી જે ઇતિહાસમાં પહેલીવાર આવી અદ્દભૂત ઘટના બની.