Gujarat

ધોરણ દસ નાપાસ આજે ગુજરાત ના કચ્છી કિંગ તરીકે ઓળખાય છે

આપણા ગુજરાતનાં લોકપ્રિય કલાકાર ગમન સાથલજીને આપણે સૌ કોઈ ઓળખીએ છે જેને લોકો પ્રેમથી ગમન ભુવાજી તરીકે સંબોધિત કરે છે. આજે તેમનું જીવન માતાજીની કૃપાથી ખૂબ જ સુખમય અને સમૃદ્ધિમય છે. તેમના કંઠે ગાવેયાલા સોગ આધ્યાત્મિક અને ભક્તિમાં લીન કરી દે તેમજ સમાજને કંઈક શીખ આપે તેવા હોય છે.આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગમન સાથલ ઈન્સ્ટાગ્રામ ખૂબ જ એક્ટિવ રહે છે. પરતું આપણે તેમનાં જીવનની અંગતવાતો હજુ સુધી નથી જાણતા લે તેઓ ગવન ભુવાજી કેમ બન્યા તેમજ એક સામાન્ય પપરિસ્થિતિમાં થી શ્રીમંતાઈનું પદ કેમ મેળવ્યું.

ગમન સાંથલનો જન્મ મહેસાણા જીલ્લાનાં સાંથલ ગામમાં થયો હતો અને તેમમાં ઘરની આર્થીકસ્થિતિ ત્યારે ખૂબ જ સારી હતી પરંતુ સમય જતાં દુઃખનાં દિવસો આવ્યા અને ઘરની પરિસ્થિતિ ખૂબ ન ખરાબ બની અને થયું એવું કે, પરતું સંઘર્ષ અને માતાજીની  કૃપાથીઆજે ગમન ભુવાજીના એક ટહુકાથી ધ્રુજી ઉઠે છે લોકો.જીવનમાં જ્યારે કોઇ કપરી ક્ષણ આવે કે નબળી સ્થિતિ બને ત્યારે આપણી અંદર રહેલા કલાકારને બહાર લાવી દે છે.

ગમન સાંથલ દ્વારા ગાયેલી રેગડી અને ગીતો ધૂમ મચાવી રહ્યાં છે અને એક ઇન્ટરવ્યુમાં ગમન સાંથલે જણાવ્યું હતું કે દરેક વ્યક્તિ પોતાના નામ પાછળ પિતાનું નામ લખાવે છે પણ હું જે ગામનો છું તેનું નામ રોશન થાય એટલા માટે હું મારા નામ પાછળ મારા ગામનું નામ સાંથલ લખાવું છું.

ઘરની ખરાબ પરિસ્થિતિએ ગાયકી તરફ વાળ્યા એક સમયે ઘરની પરિસ્થિતિ ઘણી સારી હતી. પિતાને ખેતી અને પશુપાલનનો વ્યવસાય હતો.ગમન ભણવામાં પણ હોશિયાર હતા. તેમના માતા-પિતાની ઇચ્છા હતી કે તે કંઇક બને.
જીવનમાં આવેલા કપરા સમયના લીધે પશુપાલનના વ્યવસાયમાં પિતાને દેવું થઇ ગયું. જેના કારણે ઘરની સ્થિતિ કથળી. ગમનને ભણાવવા પણ મુશ્કેલ હતા.ઘરની આ સ્થિતિમાં ભણવામાં મન ન લાગતા તે ધોરણ 10 માં ફેઇલ થયા.પિતાના માથે વધારે બોજ ન આવે એ માટે નોકરી અથવા તો ધંધો કરવાનું વિચાર્યું. આ માટે ગમનનો પરિવાર અમદાવાદ રહેવા આવ્યા.

જ્યાં તેમણે 5 વર્ષ ફાઈનાન્સની ઓફિસમાં અને ડ્રાઈવર તરીકે નોકરી કરી.જેમાં 3 હજાર રૂપિયા મળતા હતા.પરિવારની સ્થિતિ હજુ સ્થિર થઇ જ રહી હતી ત્યાં તેમના પિતાનું નિધન થયું. અમદાવાદ જેવા શહેરમાં રહેવું કપરું હોય ગમન પરિવાર સાથે પોતાના ગામ સાંથલ આવી ગયા.આમ તો રબારીના દિકરાને રેગડી ગાતા આવડતી જ હોય પરંતુ ગમને તેને સારી રીતે ગાવાનું શીખવાની શરૂઆત કરી.

પહેલીવાર સ્ટેજ પ્રોગ્રામ અંગે જણાવતા કહ્યું હતું કે કુળદેવી લાખણજીના પ્રોગ્રામમાં ગયા હતા ત્યારે લોકોએ સ્ટેજ પર આવીને ગાવાનો આગ્રહ કર્યો હતો ત્યારે ઘણી ગભરાટ થઇ હતી.પણ એ સમયે 50 હજાર લોકોની સામે ગાયા પછી તેમણે સ્ટેજ પર ગાવાનું શરૂ કર્યું અને આજે તેમનું દિપોરામ કરીને ગરબાનું ગ્રૃપ પણ છે.

ગમન ભુવાજી કેમ બન્યા એની રસપ્રદ વાત. ધીરે-ધીરે રેગડી પર પકડ આવતા તેમણે ગામડે-ગામડે જઇને રેગડી ગાવાની શરૂઆત કરી.બાદમાં ગરબા શીખ્યા અને આજે ગુજરાતના ગાયકોનું એક જાણીતું નામ બની ગયા ગમનના મોસાળમાં દિપેશ્વરી માતાજીનું મંદિર છે. મોસાળમાં તેની સાર-સંભાળ રાખનારું કે પૂજા કરનારું કોઇ ન હતું. તેવામાં તેમને થયું કે મારે માતાજીની સેવા કરવી જોઇએ અને પૂજા કરવી જોઇએ.

ધીરે-ધીરે માતાજી પ્રત્યે શ્રદ્ધા જાગી. ગમનની ઉંમર ઘણી નાની હતી ત્યારે માતાજીની જાતરમાં તે રેગડી ગાવા જતા હતા. ગમનને રેગડી ગાતા જોઇને તેમના ગામે વિચાર્યું કે આપણે તેને બેસાડીએ અને જોઇએ કે દિપેશ્વરી માતાજી પ્રગટ થાય છે કે નહીં. ગમન બેસાડવામાં આવતા જ માતાજી આવ્યા અને ઘૂણવા લાગ્યા.માતાજીએ બધાના પ્રશ્નોના જવાબ આપ્યા.બસ ત્યારથી ગમન ધૂણે છે અને ગમન સાંથલ ત્યારથી ગમન ભુવાજી તરીકે પણ ઓળખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!