ઝંડ હમૂમાનજીનું સાનિધ્ય જ્યાં આજે મહાકાય ભીમની ઘંટી જોવા મળે છે, દર્શન માત્ર થી શનિની પનોતી દૂર..
ગુજરાતમાં અનેક હનુમાજીના મંદિર આવેલા છે જેમાં દરેક મંદિરો સાથે તેની પૌરાણિક કથા જોડાયેલ છે અને તેનો રસપ્રદ ઇતિહાસ. આમ પણ કહેવાય છે ને કેકોઈ પણ કાળ ભલે વીતી જાય પણ તેની યાદી સ્વરૂપે કંઈક રહે છે. આજે આપણે મહાભારતકાળના એક ચમત્કારી હનુમાનજી નાં સાનિધ્યની કરીશું જ્યાં દર્શન માત્ર થી શનિદેવની પનોતી દૂર થઈ જાય છે. જાબુંઘોડાનાં જંગલો ની વચ્ચે આવેલું ઝંડ હનુમાનજીનું મંદિર ખૂબ જ ચમત્કારી છે જ્યાં આજે અનેક પરચા પૂરે છે દાદા.
દક્ષિણ ગુજરાતના પંચમહાલ જિલ્લાનું આ હનુમાન મંદિર વિશેષ મહત્વ ધરાવે છે. જાંબુઘોડાનું આ મંદિર ખૂબ પ્રાચીન હોવાના અનેક પુરાવા મળ્યા છે. પાંડવોના વનવાસ દરમિયાન દ્રોપદીને તરસ લાગતા અર્જુને બાણ મારી અહીંયા જલધારા વહાવી હતી. જેની નિશાની આજે પણ જોવા મળે છે. તો ભીમ જે ઘંટીથી દળતો હતો તે ભીમકાય ઘંટી પણ અહીં ખાસ આકર્ષણનું કેન્દ્ર છે. તેમજ જાંબુઘોડાના જંગલો પાસે આવેલ હોવાથી અહીં આવતા ભક્તોને કુદરતી સૌંદર્ય માણવાની તક પણ મળે છે.
ઝંડ હનુમાન મંદિરમાં આવેલ હનુમાન દાદાની મૂર્તિ ભગ્ન અવસ્થામાં છે. તેમજ મંદિર પરિસરમાં જ શિવ મંદિર અને રેતાળ પથ્થરોમાંથી કોતરેલા ગણપતિજીની વિવિધ મુદ્રાની મૂર્તિઓઆવેલીછે.આજગ્યાએમળીઆવેલઅન્યમૂર્તિઓ.હનુમાનજીના ડાબા પગ નીચે શનિ દેવની ઉપસ્થિતિ પણ એખ અલૌકીક દર્શન આપે છે. જેઓના માથે શનિની પનોતી હોય તેવા પીડિત અહીં આવીને શનિદેવના દર્શને કરે તો તેમની પનોતી દૂર થાય છે તેવું માનવામાં આવે છે. જેના કારણે અવાર-નવાર મોટી સંખ્યામાં ભક્તો આ મંદિરે આવતા રહે છે.એકવાર આ દિવ્ય હનુમાનજીના ધામે જરૂર જવું જોઈએ.