હિમાચલ માં આભ ફાટી પડતા તારાજી સર્જાય! વિડીયો જોઈને રુવાળા ઉભા થઇ જશે.

કહેવાય છે ને કે, કુદરતનો પ્રકોપ ભયાનક હોય છે તેની સામે જોઈ ટકી નથી શકતું. ઇશ્વર જ્યારે તારાજી સર્જે છે ત્યારે પળભરમાં બધું નષ્ટ થઈ જાય છે.આપણે 2013 ની ઘટના જાણીએ છે કે કંઈ રીતે હિમાચલ પ્રદેશ એક મિનિટમાં જ તબાહ થઈ ગયુ હતું અને ફરી એકવાર આવી જ તરાજી સર્જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેનાં દ્રશ્યો જોઈને તમને આશ્ચર્ય લાગશે.

આ ઘટનાથી અત્યાર સુધીમાં અનેક ગણું નુકસાન થયું છે.
હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં વાદળ ફાટતાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. અહીં ભાગસુનાગથી સામે આવેલી તસવીરોમાં જોઇ શકાય છે કે પાણીના પ્રવાહમાં ગાડીઓ વહી રહી છે. સોશિયલ મીડિયામાં ભાગસુનાગનો આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, પાણીના પ્રચંડ પ્રવાહમાં ગાડીઓ વહી રહી છે. લોકો રસ્તાની બાજુમાં ઊભા રહીને વીડિયો બનાવી રહ્યાં છે અને પોતાને પાણીના પ્રવાહથી બચાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

અચાનક વાદળ ફાટવાને લીધે નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે અને નદીઓ તોફાની બની છે. આવામાં નદીકિનારાના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. વાદળ ફાટ્યાં બાદ પાણીનો પ્રવાહ તેજ બનવાની સાથે નાળા પણ છલકાયા છે. તેની પાસે એક પાર્કિંગમાં ઊભેલી ગાડીઓ પર તેની અસર જોઇ શકાય છે. 
​​​​​​​

આ ચોમાસામાં કેટલાક રાજ્યોમાં તબાહી જોવા મળી રહી છે. હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવા ઉપરાંત ઘણી જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો. જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં પણ વાદળ ફાટતાં કેટલાક ગામોને નુકસાન પહોંચ્યું હતું. પહાડી રાજ્યો ઉપરાંત ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં વિજળીના કહેરને લીધે ૬૦થી વધુ લોકોનાં મોત થયા છે. 

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *