આ ગામમાં હનુમાનજી થી નફરત કરે છે લોકો! હનુમાનજી એક ભૂલની સજા સ્ત્રીઓ આજે ભોગવે છે.
દરેક શહેર અને ગામડાઓમાં હનુમાનજીનું મંદિર જોવા મળે છે, જ્યાં સૌ પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે, ત્યારે આજે આપણે જાણીશું એક એવા ગામની વાત જ્યાં સ્ત્રીઓ માટે હનુમાનજી એક અભિશ્રાપ બની ગયા છે અને તેમના લીધે એ સ્ત્રીઓને દર વર્ષ સજા ભોગવી પડે છે. ચાલો આ ઘટના શું છે અને શા માટે હનુમાનજીની ભૂલ સ્ત્રીઓ ભોગવે છે.
આપણા દેશમા એક એવી જગ્યા પણ છે કે જ્યા પ્રભુ શ્રી બજરંગબલીને સ્મરણ કરવાની પણ મનાઈ છે. આવુ શા માટે? ચાલો જાણીએ.પ્રભુ શ્રી બજરંગબલી પ્રત્યેનો આ દ્વેષ ઉત્તરાખંડના ચમોલીમા છે. આ ગ્રામ્ય વિસ્તારમા પ્રભુ શ્રી બજરંગબલીની એકપણ પ્રતિમા નથી. આ ગ્રામ્ય વિસ્તારમા પ્રભુ શ્રી બજરંગબલી પ્રત્યેનો રોષ વર્ષો જૂનો છે. એક દંતકથા મુજબ સ્ત્રીઓ આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ માનવામા આવે છે.
એક દંતકથા મુજબ જ્યારે મેઘનાદના બાણથી લક્ષ્મણજી ઘાયલ થયા હતા ત્યારે વૈદ્ય દ્વારા પ્રભુ શ્રી બજરંગબલીને હિમાલયથી સંજીવની બૂટી લાવવા માટે મોકલ્યા હતા. પ્રભુ શ્રી બજરંગબલી ઉત્તરાખંડના ચમોલી જિલ્લામા સ્થિત દ્રોણગિરી પર્વત પર પહોંચ્યા. ત્યારબાદ તેમણે સંજીવનીની જગ્યાએ સંપૂર્ણ પર્વત બહાર કાઢયો. ત્યારથી આ ગ્રામ્ય વિસ્તારના લોકો પ્રભુ શ્રી બજરંગબલી પ્રત્યે રોષે ભરાયેલા છે અને આ પરંપરા હજુ પણ સદીઓથી ચાલી આવી છે.
હાલ, પ્રવર્તમાન સમયમા હજુ પણ અહી પ્રભુ શ્રી બજરંગબલી નુનામ લેવા પર પ્રતિબંધ છે. દર વર્ષે અહી દ્રોણગિરિ પર્વતનુ પૂજન કરવામા આવે છે, જેમા સ્ત્રીઓને સજા આપવામા આવે છે. કારણકે, તે એક સ્ત્રી જ હતી જેણે તેમને પર્વતનો માર્ગ બતાવ્યો જ્યા સંજીવની ઔષધી ઉગી હતી. પ્રભુ શ્રી બજરંગબલી જડીબુટ્ટી શોધી શક્યા નહી એટલે સંપૂર્ણ પર્વત લઈને ચાલ્યા ગયા. આજ કારણે હનુમાનની એક ભૂલને કારણે સૌ કોઈ સ્ત્રીઓને સજા ભોગવવી પડે છે.