પાપડ ખાતા પહેલા આ બાબત ખાસ જાણી લેવી જોઈએ
સ્વાદ રસિકો માટે પાપડ રોજ ની ટેવ જેવુ હોય છે જેમાં ઘણા લોકો ને પાપડ વગર ચાલે છે જ નહીં રોજ ભોજન મા પાપડ જોઈએ એ એટલે જોઈએ. અને બજાર મા પણ અલગ અલગ પ્રકાર ના અનેક પ્રકાર ના પાપડ મળતા હોય છે અને આપણેને બેફામ ઉપયોગ કરતા હોઈ એ છીએ પણ પણ આપણે એ જાણી લેવું જોઈએ કે વધારે પડતા પાપડ ખાવાથી આપણને અનેક પેટ સંબંધી સમસ્યા ઓ થવાની શકયતાઓ વધી જાય છે.
પાપડ ખાવાથી આપણા શરીર મા ભોજન દરમ્યાન વધારે મીઢુ જાય છે અને તે પેટ સંબંધી સમસ્યા ઓ થાય છે જેમાં બ્લડપ્રેશર અને વોટર રીટેનશન ની તકલીફ થાય છે આ ઉપરાંત ખાસ કરીને મસાલા પાપડ ખાવાના શોખીનો ને જણાવી દઈએ કે મસાલા પાપડ ખાવાથી એસિડીટી ની સમસ્યા રહેતી હોય છે.
બજાર મા મળતા પાપડો ની વાત કરીએ તો કંપની ઓ વધારે નફો કમાવાની લાલચ મા પાપડ મા અનેક વસ્તુ નુ ભેળસેળ કરતા હોય છે અને પાપડ ખાધા બાદ પાપડ નો લોટ આપણા આંતરડા મા ચોટી જાય છે અને તેના કારણે આપણને કબજીયાત ની સમસ્યા થાય છે અને કબજીયાત એટલે અનેક બીમારી નુ મુળ છે. એટલા માટે પાપડ નુ વધારે પડતુ સેવન હાનીકારક છે.