અંતિમ મેચમાં હાર બાદ હાર્દિક પંડ્યાને BCCI તરફથી મોટો ફટકો પડ્યો!! આટલા લાખનો કર્યો દંડ.. કારણ જાણી ચોકશો
મુંબઈ ઈન્ડિયન્સની IPL 2024ની સફર હવે લગભગ પૂરી થઈ ગઈ છે. કેપ્ટન હાર્દિક પંડ્યા માટે આ સિઝન ઘણી પડકારજનક રહી હતી. હવે હાર્દિકે એક નિવેદનમાં કેપ્ટન્સી અંગે વાત કરતાં કહ્યું છે કે, ‘મારી કેપ્ટન્સી બહુ સરળ છે. હું માનું છું કે તમે તમારા ખેલાડીઓનું ધ્યાન રાખો, તેમની અંદર વિશ્વાસ બતાવો, એમનો આત્મવિશ્વાસ વધારો અને તેઓ પોતાનું 100 ટકા આપશે. આમ કરવાથી ઘણી મદદ મળશે.’
આઈ.પી.એલની સીઝનનો અંત થવા જઈ રહ્યો છે, ત્યારૅ આ વર્ષે મુંબઈ ઇન્ડિયન ફાઇનલ સુધી પહોંચે એ જ પહેલા તેમને અંતિમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ વર્ષની સીઝનમાં કેપ્ટન હાર્દિક પંડ્યાને ટીકાઓ અને વિવાદનો સામનો કરવો પડ્યો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાત ટાઇટન્સ છોડીને હાર્દિક પંડ્યાને રોહિત શર્માને બદલે કેપ્ટ્ન બનાવતા મુંબઈ ઇન્ડિયાના ચાહકોને આઘાત લાગ્યો હતો તેમજ ગુજરાત ટાઇટન્સના ચાહકોને પણ ભારે આઘાત લાગ્યો હતો કે, હાર્દિક પંડ્યા મુંબઈની ટીમમાં સામેલ થઇ ગયેલ.
આ સીઝનમાં હાર્દિક પંડ્યાએ માત્ર ટીકાનો જ સામનો કર્યો છે તેમજ સૌથી ચોંકાવનારી વાત એ છે કે, અંતિમ મેચમાં હાર બાદ હાર્દિક પંડ્યાને BCCI તરફથી મોટો ફટકો પડ્યો!! આટલા લાખનો કર્યો દંડ.. કારણ જાણી ચોકશો. ખરેખર હાર્દિક પંડ્યા માટે આ વર્ષની આઈ.પી.એલ સીઝન ખરાબ રહી છે.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર અંતિમ મેચમાં સ્લો ઓવર રેટ માટે હાર્દિક પંડ્યાને દંડ ફટકારવામાં આવ્યો છે.
હાર્દિક આ સિઝનમાં ત્રીજી વખત સ્લો ઓવર રેટના કેસમાં દોષી સાબિત થયો છે. તેથી તેના પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. સૌથી ખાસ વાત એ છે કે, ટીમની આગામી મેચમાં રમવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બાકીના ખેલાડીઓ અને પ્રભાવિત ખેલાડીઓને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. દરેક ખેલાડીને 12 લાખ રૂપિયા અથવા તેમની મેચ ફીના 50 ટકા જે ઓછું હોય તે દંડ ફટકારવામાં આવ્યો છે.
મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને લખનૌ સુપરજાયન્ટ્સ સામે 18 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. IPLની 17મી સિઝનમાં હાર સાથે મુંબઈની ટીમની સફરનો અંત આવ્યો. આ સિઝનમાં મુંબઈએ 14માંથી માત્ર 4 મેચ જીતી છે અને તે પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. આ સિઝનમાં મુંબઈ પહેલી એવી ટીમ બની હતી જે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી.