ભગુડા ધામમાં લોક સાહિત્ય કલાકાર દેવાયત ખવડ પર રૂપિયા સહિત ડોલરનો વરસાદ કર્યો, જુઓ વિડિયો આવ્યો સામે….
માં માંગલ ધામ ખાતે 28માં પાટોત્સવની ધામધૂમથી તૈયારીઓ ચાલી રહી છે.આ ભવ્ય અને દિવ્ય પાટોત્સવ આગામી તા. 20મી મેના રોજ ભગુડા ખાતે યોજાશે. પરમ પૂજ્ય મોરારી બાપુ દ્વારા માંગલ શક્તિ એવોર્ડ પણ એનાયત કરવામાં આવશે.આ પૃર્વે ભગુડા ધામ ખાતે અનેક સેવાકીય પ્રવુતિઓ પણ થઇ રહી છે. સૌથી ખાસ વાત એ છે કે માયાભાઈ આહીર માંગલધામના ટ્રસ્ટી હોવાથી તેઓ આ ભવ્ય પાટોત્સવની તૈયારીઓમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. હાલમાં જ ભગુડા ધામ ખાતે આયોજીત લોક ડાયરાનો વિડીયો સામે આવ્યો છે.
આ વાયરલ વિડીયોમાં તમે જોઈ શકશો કે, લોક્પ્રિય દેવાયત ખવડે ભજનની રમઝટ બોલાવી રહ્યા છે અને લોકો રૂપિયા અને ડોલર ઉડાવી રહ્યા છે. ખરેખર આ વિડીયોમાં તમે જોઈ શકશો કે આખું સ્ટેજ રૂપિયા અને ડોલરથી છલોછલ થઇ ગયું છે. દેવાયત ખવડ લોકપ્રિય લોક સાહિત્યકાર છે, જેમને પોતાના જીવનમાં ખુબ જ સંઘર્ષ કરીને સફળતા પ્રાપ્ત કરી છે. આજે દેશ વિદેશમાં દેવાયત ખવડની બોલબાલા છે.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, દેશ વિદેશમાં ગુજરાતી લોક કથા અને લોક ગીતોની રમઝટ બોલાવનાર દેવાયત ખવડ પર અનેક વાર લાખો રૂપિયા અને ડોલરનો વરસાદ થયો છે, ફરી એકવાર ભગુડા ધામ ખાતે માં મોગલના ભક્તોએ દેવાયત ખવડ પર ડોલરનો વરસાદ કર્યો, ત્યારે દેવાયત ખવડે પણ એ ભક્તને અને ભગુડા ધામને આવકાર્યું હતું કે આ ભગુડાની પાવન ધરા છે.
ભગુડા ખુબ જ પાવન ધરા છે અને આ પાવન ધરા અઢારે વર્ણના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે 28માં પાટોત્સવમાં ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકારો અને લોક સાહિત્યકાર દ્વારા ભજનની રમઝટ બોલાવવામાં આવશે, ત્યારે આ દિવસ ખરેખર ભવ્ય અને ભક્તિમય બની જશે કારણ કે એક જ સ્ટેજ પર ગુજરાતના તમામ ગાયક કલાકારોનો મેવાવડો જામશે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.