Sports

પાકિસ્તાન સામેની જીત બાદ મેદાનમાં જ રડવા લાગ્યો હાર્દિક પંડ્યા ! જુઓ વિડીઓ શા માટે તે

ગઈ કાલે ટી20 વર્લ્ડકપ મા ભારત ની પ્રથમ મેચ હતી એ પણ પાકિસ્તાન સામે જે ઘણી રોમાંચક રહી હતી છેલ્લા બોલ સુધી મેચ મા કોણ જીતશે એ નક્કી નોહતું કરી શકાયું પરંતુ આખરે આ મેચ મા ભારતની ટીમ 6 વિકેટે વિજય મેળવ્યો હતો. આ મેચ નો મુખ્ય હીરો વિરાટ કોહલી હતો જેણે ભારત ને વિજય અપાવ્યો આ ઉપરાંત આ મેચ મા ગુજરાત ના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા એ પણ ઘણુ સારુ પ્રદર્શન કર્યુ હતુ.

આ મેચ પુરી થયા બાદ દરેક ખેલાડીઓ ઘણા ભાવુક થયા હતા જેમા હાર્દિક પંડ્યા ની આંખ માથી સાસુ સરી પડ્યા હતા અને જણાવ્યુ હતુ કે ” મને સમજાયું કે આ પાપા માટે છે. આજે જે બન્યું તે જોઈને તેઓ ખૂબ જ ખુશ થયા હશે. આ તેમના માટે છે. હું ફક્ત પિતા વિશે જ વિચારતો હતો. જો તેમણે મને રમવાની તક ન આપી હોત તો હું ક્યાં આટલું મોટું બલિદાન આપવાનો! બાળકો માટે શહેર બદલવું. હું ના કરી શકું.’

આગળ કહ્યુ હતુ કે “હું હંમેશા તેમનો આભારી રહીશ. જો તેમણે મને તક ન આપી હોત તો આજે હું અહીં ઉભો ન હોત. તેમણે ઘણાં બલિદાન આપ્યાં છે. તે પોતાના બાળકો માટે બીજા શહેરમાં સ્થાયી થયા. હું ત્યારે છ વર્ષનો હતો અને તે બીજા શહેરમાં સ્થાયી થયા હતા અને ત્યાં ધંધો કર્યો. આ બહુ મોટી વાત છે.”

પાકિસ્તાન સામેની જીત અંગે તેણે કહ્યું કે, ‘ટીમ જીતવા માટે દિલથી સખત મહેનત કરી રહી હતી. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે તે પ્રથમ મેચ છે અને તે પાકિસ્તાન સામે છે. છોકરાઓએ ઘણી મહેનત કરી છે. દરેક વ્યક્તિ સખત મહેનત કરે છે, પરંતુ તેઓએ ખૂબ જ દિલથી મહેનત કરી છે. બધા માટે ખુશી છે. દરેક વ્યક્તિ ખુશ છે, તમે જોઈ શકો છો, જેમ તેઓ જીવે છે. જો કોઈ નિષ્ફળ જાય તો પણ તેઓ એવું નથી કહેતા કે તે તમારા કારણે હારી ગયું છે. આપણે સાથે હારીશું, સાથે જીતીશું.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!