બોટાદ : 24 વર્ષિય મહીલા કોન્સ્ટેબલ એ આપઘાત કરી જીવન ટુકાવ્યું ! આપઘાત કરવાનું કારણ…

હાલ ના સમય મા આપઘાત ના બનાવો મા સતત વધારો થઈ રહ્યો છે છેલ્લા થોડા મહિના મા પોલીસતંત્ર મા ફરજ બજાવતા પોલીસકર્મી ઓ ના આપઘાતના બનાવો મા વધારો થયો છે. જ્યારે હાલ તેહવારો ના સમય મા એક 24 વર્ષિય મહીલા પોલીસકર્મી એ આપઘાત કરી લેતા પોલીસ પરિવાર મા દુખ નુ મોજુ ફરી વળીયુ હતુ.

જો આ ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો બોટાદ જીલ્લાના પોલીસમાં હેડ ક્વાર્ટર ફરજ બજાવતા 24 વર્ષીય મહિલા પોલીસકર્મી અલકાબેને પોતાના હનુમાન પુરી વિસ્તારમાં આવેલા મકાનમાં તેમણે જીવન ટુંકાવ્યું છે. તેમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખસેડાયો છે. જ્યારે મહિલા કોન્સ્ટેબલ અલકાબેને આપઘાત શા કારણે કરી લીધો તેની હાલ પોલીસ તપાસ કરી રહી છે.

અત્રે નોંધનીય છે કે છેલ્લા 6 મહીના મા આપઘાત ના બનાવો વધ્યા છે. થોડા મહીના પહેલા જ અમદાવાદ મા ફરજ બજાવતા અને ભાવનગર ના મૂળ વતનિ કુલદીપસિંહ યાદવે તેની પત્ની અને અઢી વર્ષ ની દીકરી ને સાથે રાકી બિલ્ડીંગ પર થી કુદી સામુહિક આપઘાત કરી લીધો હતો જ્યારે કુલદીપસિંહ એ મિત્ર ને કરેલા છેલ્લા મેસેજ મા અનેક વાતો જણાવી હતી જોકે આપઘાત શા કારણ કર્યો હતો તે કારણ હજુ સુધી સામે નથી આવ્યુ.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *