હવામાન વિભાગ કરી મોટી આગાહી, આગામી દિવસો મા આ જીલ્લા ઓ રહેશે વરસાદી માહોલ

ગુજરાત રાજ્ય મા છેલ્લા 24 કલાંક મા 64 તાલુકા મા વરસાદ થયો છે જેમાં જેમાં કપરાડામાં  અને પારડીમાં પોણો ઈંચ વરસાદ જ્યારે વાપીમાં અને વાંસદામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. આ તરફ ડાંગમાં અડધો અને સુબિરમાં પણ અડધો ઈંચ વરસાદ નોંધાયો છે જ્યારે વાલોદમાં  અને વઘઈમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.

હવામાન ખાતા ના જણાવ્યું અનુસાર હજી આગામી દિવસો મા વરસાદી માહોલ યથાવત રહેશે તેવુ હવામાન ખાતા એ જણાવ્યું હતુ. અને સાથે બે દિવસ સુધી ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત  સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં હજું પણ વરસાદનું જોર યથાવત રહેશે જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે.

તો આ તરફ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પાટણ અને બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં હળવોથી સામાન્ય વરસાદ પડવાની હવામાન વિભાગે સંભાવનાઓ વ્યક્ત કરી છે. ગુજરાત મા વરસાદી માહોલ ચાલુ છે પરંતુ હજી જેવો વરસાદ થવો જોઈએ એવો થયો નથી. હજી વરસાદ ની 29 ટકા ઘટ જોવા મળી રહી છે અને સૌરાષ્ટ્ર ના ભાવનગર વરસાદ સાવ ઓછો થયો હોવાથી ખેડુતો ચિંતાતુર થયા છે.

ગુજરાત મા સૌથી વધુ વરસાદ વલસાડ મા 33.70 ટકા નોંધાયો છે.કચ્છમાં 5.27 ઈંચ સાથે 30.25 ટકા, ઉત્તર ગુજરાતમાં 7.95 ઈંચ સાથે મોસમનો 28.16 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 30.56 ઈંચ સાથે સિઝનનો 30.08 ટકા, સૌરાષ્ટ્રમાં 8.77 ઈંચ સાથે સિઝનનો 31.89 ટકા વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે  ગીર, સોમના, નવસારી, પોરબંદર, વલસાડ સહિત પથંકમાં ભારે વરસાદ પડી શકે છે તેવું જણાવ્યું છે, આ તરફ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, તેમજ દીવ દમણ, અને દાદરાનગર હવેલીમાં પણ સારો એવો વરસાદ પડી શકે છે.

 

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *