આ લોકો માટે પપૈયું છે ઝેર સમાન?? જાણો કોણે ના ખાવું જોઈએ પપૈયું
મુખ્યત્વે આજે આપણે જાણીશું પપૈયાના ગુણો વિશે શરીરમાં જે બીમારીઓ થાય છે, તેનું મુખ્ય કારણ હોય છે શરીરની રોગપ્રતિકાર શક્તિ અને જ્યારે ઈમ્યુન સિસ્ટમ નબળી થવાતી શરીરમાં રોગો સામે લડવાની પ્રતિરોધક ક્ષમતામાં ઘટાડો થાય છે. શરીરની પ્રતિરોધક ક્ષમતા તેને મળતા પોષક તત્વો પર નિર્ભર કરે છે. પપૈયા અને તેના બીજમાં ઘણા સારા પ્રમાણમાં વિટામિન ‘A’, ‘C’ અને ‘E’ હોય છે, જે શરીરની ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવે છે.
પપૈયામાં અનેક પ્રકારનાં ગુણો રહેલા છે, પરતું પપૈયું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આજે અમે જણાવીશું કે કયા જોખમો રહેલા છે, આ ફળના સેવન કરવાનાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીફંગલ તરીકે કામ કરે છે, તેના પાન ડેન્ગ્યુ સામે લડવામાં અસરકારક સાબિત થાય છે. પરંતુ ગુણોથી ભરપૂર પપૈયાના અમુક નુકસાન પણ છે.
ખાસ કરીને મહિલાઓ માટે ગર્ભપાતનું જોખમ પપૈયાના બીજ અને મૂળ ગર્ભપાતનું કારણ બની શકે છે. આ સિવાય કાચું પપૈયું ખાવાથી ગર્ભાશય સંકોચાય જવાનો ભય રહે છે. જો કે પાકા પપૈયામાં આ ખતરો ઓછો હોય છે. છતાં પણ ગર્ભાવસ્થા દરમિયાન પપૈયું ન ખાવું જોઈએ.
ફૂડ પાઈપમાં અવરો સાબિત થઈ શકે છે. દરેક વસ્તુનો અતિરેક નુકસાન કરે છે. વધારે પડતું પપૈયું ખાવાથી તમારી અન્નનળીમાં અવરોધ ઉભા થાય છે અને અન્નનળીને નુકસાન પહોંચી શકે છે. જેથી બંને ત્યાં સુધી તેનું સેવન ટાળવું જોઈએ કારણ કે આપણા શરીર માટે હાનિકારક છે.
પપૈયાના પાનમાં પેપીનનું પ્રમાણ હોય છે, જે બાળકો માટે ઝેર સાબિત થઈ શકે છે. મોટાભાગે બાળકના જન્મ પહેલા અને જન્મ પછી જ્યાં સુધી બાળક સ્તનપાન કરે છે ત્યાં સુધી પપૈયું ન ખાવાની સલાહ આપવામાં આવે .પપૈયામાં રહેલા લેટેક્સને કારણે અમુક લોકોને પપૈયાથી એલર્જી થઈ શકે છે. કાચા પપૈયામાં લેટ્કસનું પ્રમાણ ઘણું વધારે હોય છે માટે કાચું પપૈયું વધારે નુકસાન કરી શકે છે.
ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ એ તો ખાસ તકેદારીઓ રાખવી જોઈએ .પપૈયું ખાવાથી બ્લડ સુગર ઓછું થઈ શકે છે. જો તમે બ્લડ સુગર કંટ્રોલ કરવાની દવા ખાઈ રહ્યા છો તો પપૈયાનું સેવન તમને નુકસાન પહોંચાડી શકે છે.
આ આર્ટિકલમાં બતાવવામાં આવેલ કોઇપણ પ્રકારની સલાહ, સુચન તથા કોઇ પણ નુસ્ખા, પુસ્તકો તથા ઈન્ટરનેટ પરથી ધ્યાનમાં રાખીને દર્શાવવામાં આવેલ છે, તેમ છતા કોઇપણ પ્રયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જ જોઈએ. અહીંયા દર્શાવેલા નુસખા દરેક વ્યક્તિની તાસીર પ્રમાણે કામ કરે છે. આડઅસર તથા કોઇપણ પ્રકારના નુકશાન માટે Gujarati Akhbar જવાબદાર રહેશે નહી