કોંગ્રેસની ટિકિટ પર મેયરની ચૂંટણી લડશે સોનુ સૂદ? આપ્યો આ જવાબ
બોલીવુડમાં એક કલાકાર જેને કોરોનાકાળમાં અનેક લોકોની સેવા કરીને મહાન બની ગયા અને લોકોનું દિલ જીતી લીધું. ખરેખર આ વ્યક્તિનો નિર્મળ સ્વભાવ અને પ્રેમભાવ થકી તેમને જે સેવા કાર્યો કર્યા એનાથી અનેક લોકોનું જીવન બદલાયું છે. આમ પણ કહેવાય છે ને કે અનેક કલાકારો સદકાર્યો કરીને રાજકારણમાં પર્વેશ કર્યો છે ત્યારે હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, સોનુ સુદ કોંગ્રેસ પાર્ટી ની ટિકિટ પરથી મેયર પદ માટે ચૂંટણી લડશે.
આ વાત તદ્દન ચોકવનારી છે ત્યારે સૌ કોઈ તેમના ચાહકો પણ ચોંકી ગયા હતા. ખરેખર આ વાત પાછળ નું સત્ય ત્યારે જ બહાર આવી શક્યું જ્યારે ટીવીટ કરીને સોનુ સુદ માહિતી આપી હતી. આ પહેલા જ એક ટ્વિટર અકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી છે કે, કોંગ્રેસ સોનુ સૂદને મહારાષ્ટ્રમાં 2022ની ચૂંટણીમાં મેયરના ઉમેદવાર તરીકે ઉતારવા પર વિચાર કરી રહી છે. સોનુ સૂદે આ ટ્વીટને શેર કરીને જવાબ આપ્યો છે. તેણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, આ સાચું નથી, હું એક સામાન્ય નાગરિક તરીકે ખુશ છું.
આ ટ્વિટ બાદ તમામ પ્રશ્નો પર પૂર્ણ વિરામ લાગી ગયો હતો કે આ માત્ર વાતો છે. આપણે સૌ જાણીએ છે કે, કોરોના કાળ દરમિયાનલાખો લોકોની મદદ કરીને બોલિવુડ અભિનેતા સોનુ સૂદ લોકોના દિલ જીતી ચૂક્યો છે. પ્રવાસી મજૂરોને ઘરે પહોંચાડવાથી લઈને જરૂરી દવાઓ, ઓક્સિજન સિલિન્ડર અથવા હોસ્પિટલમાં બેડ જેવી સુવિધાઓની વ્યવસ્થા કરવાની વાત હોય કે બીજી કોઈ દરેકમાં સોનુની ટીમે આગળ આવીને કામ કર્યું છે.
સોનું સુદ જે કાર્યો કર્યા છે તે નિઃસ્વાર્થ પણે કર્યા છે અને નાં તેમાં તેનો કોઈ સ્વાર્થ હતો. આ કાર્ય થકી તેને અનેક લોકોનું દિલ જીતી લીધું પરતું ફિલ્મ જગતમાં સૌથી મોખરે રહીને એ પણ દેખાડ્યું કે આટલા સારા કાર્યો પણ થઈ શકે. જે સરકાર ન કરી શકી એ કાર્યો સોનુ સુદ કરી બતાવ્યા અને એ પણ ક્યારેક તો કોઈપણ વ્યક્તિ ફોન કે મેસેજ દ્વારા મદદ માંગે તો એમની મદદ કરી છે. ખરેખર ધન્ય છે સોનુ સુદ ની કરુણતા અને ઉદારતા.
Not true,
I am happy as a common man 🇮🇳 https://t.co/w5665MqAwc— sonu sood (@SonuSood) August 24, 2021