કેવી માનતા રાખવી જોઈએ? જુઓ કબરાઉ ધામથી મોગલ બાપુએ શું કીધું….
ભગવાન પ્રત્યેની અતૂટ આસ્થા જ માણસને જીવંત રાખે છે. આ જગતમાં દરેક વ્યક્તિ જન્મે છે, અને સુખ દુઃખના ચક્રમાંથી પસાર થાય છે. માણસના જીવનમાં સુખ આવે, ત્યારે તેને કોઈની જરૂર નથી પડતી પરંતુ જ્યારે જીવનમાં દુઃખ આવે છે, ત્યારે માત્ર ભગવાન ન જ ભરોસે જીવન જીવે છે, અનેક માનતાઓ અને ટેક રાખે છે. માનતા અને ટેક રાખવી એ માણસની ભગવાન પ્રત્યેની આસ્થાનું પ્રતીક છે.
આખરે ભગવાન દરેક ભાવિ ભક્તોની માનતા અને ટેક બદલ તેની મનોકામનાઓ પૂર્ણ કરે છે. મોગલ ધામના શ્રી મણીધર બાપુએ ખૂબ જ સરસ વાત કરી છે, તેમને સૌ કોઈને જણાવ્યું છે કે તમે માનતા રાખો પણ કેવી માનતા રાખો તે જણાવ્યું છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, ભક્તો માતાજી કે પોતાના ઇષ્ટદેવ પાસે રૂપિયાની અથવા વસ્તુઓ અર્પણ કરવાની માનતા રાખતા હોય છે પરંતુ મોગલ બાપુએ કહ્યું કે, માનતા રૂપિયાની વસ્તુઓની ન રાખવી જોઈએ.
મોગલ બાપુએ કહ્યું છે કે, હું તો બધાને કહું છું કે એવી માનતા લો કે, હે માં મોગલ મારે ત્યાં સંતાન નથી. દીકરો કે દીકરી થાય તો હું પાંચ દી અહીંયા આવીને સેવા કરીશ, સંજવારી, પોતા કરીશ, થાળી ઉટકીશ. ખરેખર મોગલ બાપુએ ખૂબ જ સારી અને સત્ય વાત કરી છે. આજના સમયમાં લોકો માતાજી કે પોતાના ઇષ્ટ દેવના ચરણે પૈસા અર્પણ કરવાની માનતા રાખે છે.
રૂપિયા કે વસ્તુના બદલે જો દુઃખિયાની કે દેવ કાર્યની માનતા રાખવામાં આવે તો ખરેખર આપણી માનતા તો ફ્લે છે પરંતુ સાથો સાથ પુણ્ય પણ મળે છે. મોગલ બાપુના પરમ ધામમાં અનેક લોકો દિવસે ને દિવસે લાખો રૂપિયા લઇને માતાજી ને અર્પણ કરવા માટે આવે છે, માનતા ન આ રૂપિયા બાપુ જે તે ભક્તની દીકરી કે બહેનને આપી દેવાનો આગ્રહ કરે છે કારણ કે માં ભાવના ભૂખ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.