Viral video

રાજભા ગઢવીની સાદગી તો જુઓ! નાના એવા નેહમાં કર્યું વાળું, વિડીયો જોઇને તમે વખાણ કરતા નહીં થાકો સાહેબ….જુઓ વિડિયો

માણસ ગમે એટલો ધનવાન કેમ ન થઈ જાય પરંતુ ઘણા માણસનું વ્યક્તિત્વ હોય છે કે, ખરી સંપત્તિ તેમની સાદગી જ હોય છે. આજે આપણે વાત કરીશું ગુજરાતના લોકપ્રિય ગાયક કલાકાર રાજભા ગઢવીની જેમની સાદગીમાં સૌ કોઈ વખાણ કરે છે. આપણે જાણીએ છે કે, રાજભા ગઢવી ગાંડી ગીરમાં રહેનાર છે અને જેથી જ તેમની રહેણી કહેણી પણ માલધારી જેવી છે. હાલમાં જ રાજભા ગઢવીનો એક વિડીયો વાયરલ થયો છે અને આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, રાજભા ગઢવી એ નેહમાં વાળું કરી રહ્યા છે.

આ વીડિયોમાં તમે જોઈ શકશો કે, કોઈપણ જાતના અભિમાન વગર રાજભા એક સામાન્ય વ્યક્તિની જેમ નેહમાં જમીન પર બેસીને ભોજન કરી રહ્યા છે.નાની એવી ઝૂંપડીમાં જાણે છપન્ન ભોગ પીરસવામાં હોય એવું લાગ્યું હતું. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, વાળુંમાં રોટલી, શાક અને ખાખડી અને ગીર ગાયનું દૂધ પીરસવામાં આવ્યું છે.

કોણ કહે છે કે, નેહમાં મહેમાનગતિ ન હોય! એકવાર નેહની મુલાકાત તો લો માલધારીના ઘરની છાસમાં પણ અમૃતનો ઓડકાર આવશે અને ભલે જમવામાં ખાલી રોટલો અને ડુંગળી જ કેમ ન પીરસી હોય પરંતુ જમશો ત્યારે છપ્પન ભોગનો સ્વાદ જીભે ચડી જશે. આ છે ગાંડી ગીરનું ભોજન વ્હાલા અને આવો સ્વાદ તો માત્ર ગુજરાતના ખોળે ગાંડી ગીરના નેહમાં જ માણી શકાય છે.

આ વિડીયોમાં એ તો સ્પષ્ટ પણે કહી શકાય કે રાજભા ભલે આજે ગુજરાતના લોકપ્રિય કલાકાર હોય પણ તેઓ આજે પણ પોતાના ભૂતકાળને ભૂલ્યા નથી અને જમીનથી અડેલ માણસ છે અને એટલે જ સામાન્ય માણસની જેમ નેહમાં પણ ભોજનનો સ્વાદ આરોગી લે છે.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!