પત્ની નુ કોલ રેકોર્ડીંગ પતિએ સાંભળતા પગ નીચેથી જમીન સરકી ગઈ ! મામા ના દિકરા સાથે જ પત્ની ના આડા….

ઘણી વખત આડા સંબંધો નો એવો કરુણ અંજામ આવે છે કે આપણે વિચારી પણ નથી શકતા ત્યારે ફરી એક એવો કિસ્સો બન્યો છે જેમા હત્યા નુ કારણ આડા સંબંધ હોવાનુ સામે આવ્યુ છે. ગીર સોમનાથ ના જેપુર ગામ મા એક હત્યા ની ઘટના બની હતી જેમાં હત્યા નુ કારણ આડા સંબંધો બન્યુ હતુ.

આ હત્યાની પોલીસ તપાસ દરમ્યાન સામે આવ્યુ હતુ કે આ ઘટના મા એક કૉલ રેકોર્ડીંગ નીમીત બન્યુ હતુ જેમા મામા ના દિકરા નુ ફોઈ ના દિકરા એ આડા સંબંધો ના કારણે ઢીમ ઢાળી દિધુ હતુ.
હત્યાની ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઘટના અંગે પોલીસ પાસે થી જાણવા મળતી વિગતો મુજબ તલાલા ના જેપુર ગામે રહેતા હસમુખ કામળીયા નામના વ્યક્તિ બાધકામ ની ઓફીસે કામ કરતો હતો અને તેનાલગ્ન 13 વર્ષ થયા હતા જયારે સંતાન મા તેમને એક દિકરી અને એક દિકરો છે. જેમનો પરીવાર એક કૉલ રેકોર્ડીંગ ના કારણે વિખેરાયો હતો.

હસમુખ ભાઈ ને તેના દુર ને મામા ના દિકરા અતુલ સાથે પહેલા થી જ મંદદુખ હતુ. અને અગાવ બોલાચાલી પણ થયેલી હતી. અને હસમુખ ને શંકા હતી કે તેની પત્ની ના આડા સંબંધો અતુલ હોય શકે આથી હસમુખે પહેલા થી જ તેની પત્ની ના ફોન મા કોલ રેકોર્ડિંગ ચાલુ કરી લીધુ હતુ. જયારે થોડા દિવસ પછી કોલ રેકોર્ડિંગ હસમુખે સાંભળ્યુ તેની પત્ની અને અતુલ રેકોર્ડિંગ સાંભળી ગુસ્સે ભરાયો હતો અને અતુલ ને રહેસી નાખવાનો પ્લાન બનાવ્યો હતો.

બે દિવસ પહેલા અતુલ પોતાના ગામે જેપુર જતો હતો ત્યારે હીરણ નદીના કિનારા પાસે રસ્તા પર હસમુખે અતુલનું બાઈક રોકાવી તેના પર છરી વડે હુમલો કર્યો હતો અને છરી ના અનેક ઘા મારી હસમુખ પોતાના ગામે જતો રહ્યો હતો. બાદ મા પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલ્યો હતો જે બાદ પોલીસે તપાસ કરતા શંકાની સોય હસમુખ તરફ ટંકાય હતી. જેથી પોલીસે હસમુખને ઝડપી લઈ આકરી પુછપરછ કરતાં હસમુખે સમગ્ર ઘટના જણાવી હતી.

આમ એક માત્ર કોલ રેકોર્ડીંગ ને કારણે સમગ્ર મામલો સામે આવ્યો હતો અને આડા સંબંધો નો કરુણ અંજામ આવ્યો હતો જેમાં અતુલ નુ મૃત્યુ થયુ જ્યારે હસમુક જેલ પહોચી ગયો હતો.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *