ઉત્તર ગુજરાતની દિશા બદલનાર આ વ્યક્તિ જેને આપમેળે એશિયાની સૌથી મોટી ડેરીની સ્થાપના કરી.

આપણે જીવન જરૂરિયાતમાં સૌથી મહત્વની વસ્તુઓમાં એક એટલે દુધ! ગુજરાતનાં ખૂણે ખૂણે દૂધ પોહચળનાર ગુજરાતની સૌથી મોટી ડેરીમાં દૂધ સાગર ડેરી ખૂબ જ પ્રચલિત છે. દૂધ સાગરબઆજે મહેસાણા શહેરમાં આવેલી એશિયા ખંડની સૌથી મોટી ડેરી છે. આ ડેરી દુધ ઉત્પાદકો દ્વારા સહકારી ધોરણે ચલાવવામાં આવે છે. આ ડેરીનું કાર્યક્ષેત્ર મહેસાણા તેમ જ પાટણ જિલ્લો છે. દુધ ઉત્પાદન ઉપરાંત આ ડેરી પશુ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત પશુઓના દાણનું વિતરણ, માંદા પશુઓની સારવાર, પશુપાલન વિશે માર્ગદર્શન, સંવર્ધનની કામગીરી જેવાં કાર્યો પણ કરે છે.

દૂધ સાગર ડેરી આજે અસ્તિસત્વ છે તેનો પાયો નાખરનાર એટલે માનસિંહ પટેલ.માનસિંહજીના કાર્યથી કોઈ અજાણ્યું નથી. ગામડામાં રહીને તેમણે દેશને ઉપયોગી પશુપાલનના કાર્ય દ્વારા ગ્રામસેવાનું કાર્ય કર્યું. સારાયે ગુજરાતમાં માનસિંહજીએ તેમના આ કાર્યની પ્રેરણા આપી હતી.દુધસાગર ડેરીની સ્થાપના અને વિકાસમાં માનસિંહભાઈનો ફાળો ગુજરાતભરમાં જાણીતો છે.’’ દૂધસાગર એ ભારતનું ગૌરવ છે.

દૂધસાગરની વહેતીધારાએ હંમેશાં સુખના અવસરનું સર્જન કર્યું છે અને ભવિષ્યમાં કરતી રહેશે. ‘દૂધસાગર’ના સર્જક માનસિંહભાઈના અનેક ગુણો પૈકી 3 ગુણ સૌને ગમી જાય તેવા છેઃ સિદ્ધાંત નિષ્ઠા સત્ય પ્રત્યેનો પ્રેમ વચન પ્રત્યેની વફાદારી. આજે અનેક ઘરોમાં આ ડેરી નું દૂધ પોહચે છે. ત્યારે ખરેખર આજે આપણે જાણીશું કે કંઈ રીતે માનસિંહ જી એ એશિયાની સૌથી મોટી ડેરી ની સ્થાપના કરી.

માનસિંહજી ભાઈનો જન્મ વિજાપુર તાલુકાના ચારોડા ગામમાં એક સામાન્ય પટેલ પરિવારમાં થયો હતો.માનસિંહ ભાઈ પટેલ ચૌધરી તેમને પ્રાથમિક શિક્ષણ પોતાના વિજાપુર નજીક આવેલા ચરાડા ગામમાં જ લીધું હતું. માધ્યમિક શિક્ષણ વિસનગરમાં લીધયું ૨૦ વર્ષની ઉંમરે માનસિંહ ભાઈએ ૧૯૪૨ માં માનસિંહ ભાઈ BA ની ડિગ્રી લીધી હતી તે સમયે આટલું ભણેલા વ્યકતિનું ખુબજ મહત્વ હતું અને તેમને જાહેર જીવનમાં એટલું જ યોગદાન આપ્યું અને 1946માં વડોદરામાં વિધાનસભાની ચૂંટણી આવી મહેસાણા, વિસનગર, ખેરાલુ નાં ઉમેદવાર બનાવ્યા.

તેઓ જીત્યા પણ ખરા.26 વર્ષની ઉંમરે તેઓ યુવાન ધારા સભ્ય બન્યા પરતું જેમનાં જીવનમાં તેઓ ખૂબ આગળ વધવું હતું અને હેતુ હતો કે મારે લોકોને મફત ની છાસ નહિ પરતું પોતાના ઘરનું દૂધ મળે એવી કામગિરી કરવી છે. તેઓએ સહકારી ડેરી માટે લોકોને રજૂઆત કરી અને મજૂરી કરીને ૧૯૬૦ માં મહેસાણા દૂધ સાગર ડેરીની સ્થાપના કરી.ધીમે ધીમે સફળતા થયા અને લોકોને વિશ્વાસ આવી ગયો ત્યારે બીજી મંડળીઓ પણ જોડાવા લાગ્યા હતા.

મહેસાણા દૂધ સાગર ડેરીમાં પાવડર પ્લાન્ટની શરૂવાત કરી તેમની કામગીરીને ધ્યાનમાં લઈને ભારત સરકારે તેમને અધિકારી મંડળમાં પસંદ થયા ડેરીના વધુના વિકાસ માટે તે સિડની જવાના હતા.૩૦ સપ્ટેમ્બર ૧૯૭૦ ના રોજ તેમનું રોડ અકસ્માતમાં તેમનું મૃત્યુ થઇ ગયું હતું, ત્યારે શોકનો માહોલ સર્જાઈ ગયો માનસિંહ ભાઈ જો આજે હોત તો ગુજરાત મિલ્ક માર્કેટિંગનું મુખ્ય મથક બનાવી દીધું હોત.આજે ભલે તેમની હયાતી નાં હોય પરંતુ માનસિંહજી નાં કાર્ય દ્વારા આજે લોકોના હૈયામાં તેઓ જીવંત છે. ખરેખર માનસિંહજી એવા વ્યક્તિ હતા જેમને જિવનમાં અથાગ પરિશ્રમ થકી ગુજરાતમેં આવડી મોટી ભેટ આપી જે તેમના ગયા પછી લોકો તેમને યાદ કરે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *