પત્ની એ પ્રેમી માટે છુટાછેડા આપી દીધા તો પતિએ છૂરીથી 27 ઘા મારીને નિદર્ય રીતે પત્ની હત્યા કરી.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, લગ્નજીવનમાં અનેક અણબનાવ આવતા હોય છે પરતું ક્યારેક પતિ પત્ની વચ્ચે એવા ઝઘડા થાય તેનું પરિણામ ગંભીર આવે છે. હાલ માં જ અમદાવાદમાં એક મહિલાના પૂર્વ પતિએ એક-બે નહીં પરંતુ 27 જેટલા ચપ્પુના ઘા ઝીંકીને તેને મોતને ઘાટ ઉતારી દીધી. મહિલાના પતિએ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી મહિલાની હત્યા કરનાર પૂર્વ પતિને પકડવાની તજવીજ હાથ ધરી છે.
વટવા વિસ્તારમાં વિંઝોલ ક્રોસિંગ પાસે સુખ સાગર સોસાયટી આવે છે અને સુખ સાગર સોસાયટીમાં હેમા મરાઠી નામની મહિલા તેના પતિ મહેશ ઠાકોર સાથે રહેતી હતી. હેમા મરાઠીના લગ્ન પહેલીવાર થરા ગામમાં રહેતા અજય ઠાકોર નામના વ્યક્તિ સાથે થયા હતા અને દોઢ વર્ષ સુધી બન્નેનું લગ્નજીવન સુખેથી ચાલતું હતું પરંતુ લગ્ન બાદ હેમા મરાઠીને મહેશ ઠાકોર નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો.
ખરેખર ક્યારેક માણસ જીવબમાં મોટી ભૂલ કરે છે.પહેલા પોતાના જીવન સાથે વાત છુપાવી એ મોટો ગુન્હો લગ્ન બાદ હેમાએ બે સંતાનોને જન્મ પણ આપ્યો હતો. મહેશ ઠાકોર સાથે પ્રેમ સંબંધે બંધાઈ જતા હેમા મરાઠીએ તેની સાથ લગ્ન કરવા માટે અજય ઠાકોરને છૂટાછેડા આપી દીધા હતા અને બંને બાળકોની જવાબદારી પણ અજય પર નાખી દીધી હતી. ત્યારબાદ હેમાએ મહેશ ઠાકોર સાથે ચોટીલા મંદિરમાં જઈને ફૂલહાર કરીને લગ્ન કર્યા હતા.