Entertainment

ઝારખંડ ખાતે યોજાયેલી જુડોની સુરાશ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર 19 વર્ષની યુવતીનું ડેન્ગ્યુ નાં કારણે થયુંનિધન

આપણે ત્યાં કહેવાય છે ને કે, ભગવાન સારા માણસોને વહેલા પોતાની પાસે બોલાવી લે છે . જેમ અહીંયા જરૂર છે તેમ ઈશ્વરના દ્વારે જરૂર છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે હાલમાં દીકરીઓ દેશનું ગૌરવ વધારી રહી છે, ત્યારે હાલમાં જ 2019માં ઝારખંડ ખાતે યોજાયેલી જુડોની સુરાશ કોમ્પિટિશનમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર 19 વર્ષની યુવતીની નિધન થયા પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,સાક્ષીનું ડેન્ગ્યૂને કારણે મોત થતા પરિવારજનો  સારવારમાં બેદરકારીનો રખાયાનો આરોપ લગાવી રહ્યા છે. ડેન્ગ્યૂ થયો હોવા છતા ટાઈફોઈડની સારવાર ચાલુ રાખી હોવાનો પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે. પરિવારજનોએ વારસિયા રિંગ રોડ ઉપરની ખાનગી ક્લિનીક તેમજ સંગમ હોસ્પિટલ ઉપર આરોપ લગાવ્યો છે. સાક્ષીના મૃત્યુંથી પરિવારજનોમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

ચોમાસાની સિઝનમાં રોગચોળો વકરતા ડેન્ડગ્યું, મેલેરિયા સહિતની અનેક કેસમાં વધારો થયો હયો છે ત્યારે વડોદરામાં ડેન્ગ્યુને કારણે જુડોની આશાસ્પદ ખેલાડી સાક્ષી રાવલનું મોત નિપજ્યું છે.દીકરીનું નાની વયે નિધન થવાની પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે, ત્યારે હવે પરિવાર જે આરોપ હોસ્પિટલમ પર લગાવ્યો એ હકીકત સમય ની સાથે જ બહાર આવશે. ઇશ્વર આ દીકરીની આત્માને શાંતિઆપે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!