IAS મહિલા અધિકારી પોતાની 24 દિવસની દીકરીને લઇને ફરજ પર ગઈ.
કહેવાય છે ને કે, પોતાનું કાર્ય હંમેશા નિષ્ટપૂર્વક કરવું જોઈએ અને હંમેશા તેને વફાદાર રહેવું જોઈએ. આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરીશું જેના માટે સોથી પહેલા એનું કામ મહત્વનું હતું તેમની જવાબદારી અને ફરજમે પ્રાથમિકતા આપી ત્યારબાદ પોતાનું જોયું.
આપણે ઘણીવાર સોશિયલ મીડિયામાં જાણવા મળતું હોય છે કે સ્ત્રીઓ પોતાની સમસ્યાઓ અને ઘરની જવાબદારીઓને ભૂલીને સૌથી પહેલા પોતાની કાર્યની જવાબદારી સંભાળે છે.
ગુજરાતની આઈએએસ ઓફિસર પોતાની પ્રેગ્નન્સીનાં 24 દિવસ બાફ કામ પર ફરત આવી છે.જેઓ દેશના પ્રતિષ્ઠિત કોલેજ મોતીલાલ નેહરુ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બીટેકમાં ગોલ્ડ મેડલ મેળવ્યા બાદ સૌમ્યા પાંડેયએ પોતાના પ્રથમ પ્રયાસમાં જ આઈએએસની પરિક્ષામાં ટોપ-10માં સ્થાન મેળવ્યું હતું.
હાલમાં જ સોશિયલ મીડિયમાં જાણવા મળ્યું હતું કે, ગાઝિયાબાદ પાસેના મોદીનગરમાં દીકરીને ખોળામાં લઈ સરકારી ડ્યૂટી કરી રહેલા આઈએએસ ઓફિસર સૌમ્યા પાંડેયની સમગ્ર દેશભરમાં વખાણ થઈ રહ્યા છે. પોતાના ખોળામાં 24 દિવસની દીકરીને લઈને પોતાની જવાબદારી નિભાવી રહી છે ત્યારે સૌ માટે પ્રેરણાદાયી બની છે. ખરેખર ધન્યની વાત કહેવાય કે પોતાનું દૂખ દર્દ ભૂલીને દેશ માટે કાર્ય કરી રહી છે.
સોશિયલ મીડિયા પર તેમની બાળકી સાથેની તસવીર વાઈરલ થયા બાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે, તેઓ પોતાના કામને સૌથી વધુ મહત્ત્વ આપે છે. જાપાન જેવા દેશોમાં પણ ડિલિવરીના અમુક સમય બાદ મહિલાઓ કામ પર પરત ફરે છે. જો સ્વાસ્થ્ય સામાન્ય હોય તો કામ પર વહેલા પરત ફરવામાં કોઈ સમસ્યા હોવી જોઈએ નહીં અને ખરેખર સૌ સ્ત્રીઓ માટે ખૂબ જ ખાસ વાત છે.