રાજકોટમાં યુવકે રામદેવપીર અને મેલડી માના મંદિરને નુકશાન પોહચાડ્યું, મંદિર સળગાવી મૂર્તિ તોડી!! કારણ જાણી તમારું માથું ભમરી મારી જશે…
માણસની મતિ ક્યારે મરી પડે તે કોઈ નથી જાણતું! હાલમાં જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર રાજકોટમાં યુવકે રામદેવપીર અને મેલડી માના મંદિરને નુકશાન પોહચાડ્યું, મંદિર સળગાવી મૂર્તિ તોડી!! કારણ જાણી તમારું પણ મગજ કામ નહીં કરે. તમને પણ વિચાર આવશે કે કોઈ વ્યક્તિ આટલી હદે પણ જઈ શકે છે? ચાલો અમે આપને વિગતવાર માહિતી જણાવીએ.
આ કિસ્સો રાજકોટ શહેર નજીક આવેલ રામદેવપીર મંદિર અને મેલડીમાંના મંદિરનો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, રામદેવ પીર મંદિર અને મેલડી માતાના મંદિરમાં રાતે આગ લગાડવામાં આવી છે. આ બનાવ બાદ એવો અનુમાન લગાવવામાં આવી રહ્યો હતો કે આ કાર્ય કોઈ અસામાજિક તત્વોએ કર્યું શહે પરંતુ આવું કામ કરનાર બીજું કોઈ નહીં પણ માજી સરપંચ અરવિંદ સરવૈયાએ કર્યું.
સવારના સમયમાં આરોપી દ્વારા રામદેવપીરના મંદિરની અંદર ટાયર સળગાવી મૂર્તિ નષ્ટ કરી નાખીતેમજ સીમમાં આવેલ બંગલાવાળી મેલડી માતાજીના મંદિરમાં પણ લાકડા સળગાવી છબી પણ સળગાવી નાખેલી ઉપરાંત ગામમાં આવેલા વાસંગીદાદાના મંદિર બહાર કપડાના ઢગલામાં આગ લગાડી કપડા સળગાવ્યા હોવાનું પણ જોવા મળ્યું હતું.
આ સમગ્ર ઘટના સામે આવતા ગામમાં એરરાટી અને રોષ વ્યાપી ગયો , જેથી તાત્કાલિક જ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન માજી સરપંચ અરવિંદ સરવૈયાનું નામ સામે આવ્યું. મંદિર સડગાવવા પાછળ માત્ર એક જ કારણ હતું કે, કોઈ માનતા માની હતી અને ઘણો સમય થતાં માનતા ન ફળતાં તે ગુસ્સે ભરાયો હતો અને તેથી તેણે મંદિરોમાં આગ લગાડી હતી અને મૂર્તિઓમાં તોડફોડ કરી હતી. પૂછપરછમાં આરોપી સરપંચે રામાપીરનું મંદિર, બંગલાવાળી મેલડી માતાજીનું મંદિર અને વાસંગીદાદાના મંદિરમાં આગ લગાડી હોવાની કબૂલાત કરી લીધી છે, હાલમાં આ બનાવ અંગે જાણ થતા ચારોતરફ ટીકા થઇ રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.