કચ્છના ખેડૂતે કરી દીધી કમાલ!! એક તરબૂચને 51,000 માં વેચીને રચી દીધો ઇતિહાસ.. એવુ તો શું ખાધું છે આ તરબૂચમાં, જાણો પુરી વાત
ખેડૂત અન્નદાતા કહેવાય છે, ખેડૂત પોતાના અથાગ પરિશ્રમથી અનાજ અને શાકભાજી તેમજ ફળો અને ફૂલ ઉગાડે છે, જેનો સાથ આપે છે કુદરત! કુદરત અને ખેડૂત એકબીજાના પૂરક છે. કુદરતના સહારે ખેડૂત ધારે તો કંઈપણ કરી શકે છે. હાલમાં જ એક જીવતું જાગતું ઉદાહરણ સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે કચ્છના ખેડૂતે કરી દીધી કમાલ!! એક તરબૂચને 51,000 માં વેચીને રચી દીધો ઇતિહાસ..
વિચાર કરો કે જે તરબુચ પ્રતિ કિલોગ્રામ 20 કે 30 રૂપિયાના ભાવે મળતું હોય એ જ તરબૂચના કોઈ એક નંગના રૂ. 51000 આપે તો કોઈપણ વ્યક્તિને નવાઈ લાગે. ખરેખર આ કિસ્સા પરથી એટલું ચોક્કસ કહી શકાય કે, આપણો ભારત દેશ એમ જ ખેતી પ્રધાનદેશ નથી ગણાતો. કચ્છ જિલ્લામાં ભૂજથી 18 કિ.મીના અંતરે અટલ નગરના એક ખેડૂતે તરબૂચની અનોખી ખેતી કરીને ઇતિહાસ સર્જ્યો છે.
હરિભાઈ ગાંગલ નામના ખેડૂતે પોતાના માનવ ફોર્મમાં તરબૂચની અનોખી ખેતી કરી છે. હરિભાઈએ પોતાના 160 થી પણ વધારે ટેટી-તરબૂચની વેરાઈટીઓનું વાવેતર કરેલું. પોતાની કોઠા સૂઝથી એક લેબ બનાવીને ખેડૂતે પોતાની ખેતરમાં પ્રયોગ કર્યો હતો. એમાં જે સફળતા મળી એ બધા જ ખેડૂતો સફળ થાય એ હેતુથી આ મોટી મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.આ મિટિંગમાં વેગેર શહેરમાંથી ખેડૂતો આવેલા.
હરિભાઈ ગાંગલ નામના ખેડૂતની આ મહામહેનત અને પ્રોત્સાહિત કરવા માટે એક જાણીતી કંપનીના અગ્રણીએ એક તરબૂચનો 51000 રૂપિયામાં ખરીદીને ગુજરાતના અન્ય ખેડૂતોને આવી ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.ખરેખર આ ગુજરાતના આ ખેડૂતની કમાલની ચર્ચાઓ ચારોતરફ થઇ રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.