વડોદરામાં પિતાએ જીવતી દીકરીનું બેસણું કરીને મુંડન કરાવી નાખ્યું!! કેમ એક પિતાને આવું પગલું ભરવું પડ્યું?? જાણો પૂરો મામલો
આપણે સૌ કોઈ જાણીએ છે, આજના સમયમાં પ્રેમ લગ્નના કિસ્સાઓ વધુ પ્રમાણમાં બને છે, જેમાં મોટાભાગે યુવક યુવતીઓ માતા-પિતાની પરવાનગી વિના લગ્ન કરી લેતા હોય છે, આ કારણે પરિવારજનો યુવક યુવતીના લગ્નને સ્વીકાર કરતા નથી અને ઘણા એવા પણ માતા પિતા હોય છે કે તમામ સંબંધ પણ તોડી નાખે છે.હાલમાં જ એક ખુબ જ ચોંકાવનારી ઘટના બની છે, વાત જાણે એમ છે કે, વડોદરાના વાઘોડિયાના લીલોરા ગામની. 2 વર્ષની યુવતીએ અન્ય જ્ઞાતીના યુવક સાથે પ્રેમ લગ્ન કરી લેતા પિતાએ સમાજને સાથે રાખીને જીવિત દીકરીનું બેસણું કરી નાંખ્યું. ખરેખર આ જગતમાં ભાગ્યે જ કોઈ પિતા હશે કે જે પોતાની જીવતી દીકરીનું બેસણું કરી શકે.
ટીવી 9 ન્યુઝના અહેવાલ પ્રમાણે જાણવા મળ્યું હતું કે, વાઘોડીયામાં રહેતાં હસમુખ વાળંદે તો પોતાની દીકરી અર્પિતાનું જીવતા જીવ બેસણું કરી નાંખ્યું. આ બેસણામાં શ્રદ્ધાંજલિ સાથેના પોસ્ટર બનાવીને સમગ્ર સમાજે દીકરીને મૃત માની લીધી અને તમામ સંબંધ તોડી નાંખ્યા.
હાલ દીકરી ગામ છોડીને જતી રહી છે. આ બેસણામાં સમાજના પ્રમુખ સહિત અન્ય લોકો હાજર રહ્યાં.દિકરીએ પ્રેમલગ્ન કરીને માતા-પિતાની લાગણીઓને દુ:ખ પહોંચાડ્યું છે અને કોઈ દિકરીને માતા પિતાનું દિલ દુખાવવાનો અધિકાર નથી. ખરેખર આજના સમયમાં આવું ભાગ્યે જ જોવા મળતું હોય છે, આ પ્રેમ લગ્નના કિસ્સામાં અનેક માતા પિતાઓ પોતાના સંતાનો પ્રત્યેના સંબંધ તોડી નાખે છે, ખરેખર આ ઘટના ખુબ જ દુઃખદ છે,
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.