Gujarat

માયાભાઈ આહિરે દર્દી દેવો ભવને સાર્થક કરવા ” વિમ્સ હોસ્પિટલ ” નો શુભારંભ કર્યો, ઉદ્ઘાટનની ખાસ તસવીરો આવી સામે જુઓ….

ગુજરાતના લોકપ્રિય લોક સાહિત્ય કલાકાર માયાભાઈએ માનવ કલ્યાણ અર્થે એક ખુબ જ સારી સેવાકીય કાર્ય શરૂ કર્યું છે, હાલમાં ચારોતરફ આ જ કાર્યની ચર્ચા થઇ રહી છે, આપ સૌને જાણીને આશ્ચર્ય થશે કે માયાભાઇ આહીરે વેરાવળ ખાતે નવનિર્મિત VIMS HOSPITAL નો શુભારંભ કર્યો છે. આ હોસ્પિટલ શરૂ કરવાનો મુખ્ય હેતુ દર્દીની સેવા એ જ અમારી પ્રાથમિકતા છે. ખરેખર માયાભાઇ આહીર અને તેમના પુત્રના આ કાર્યને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.

માયાભાઇ સોશિયલ મીડિયાના માધ્યમથી આ ખુશ ખબર સૌ ચાહકોને આપી તેમજ વેરાવળ ખાVIMS HOSPITAL નો ઉદઘાટન સમારંભ યોજાયો હતો જેમાં આપણાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબ , ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તેમજ સાંસદ શ્રી સી.આર. પાટીલ સાહેબ , વન અને પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઇ બેરા સાહેબ , તેમજ સર્વે રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિ રહ્યા હતા.

સૌથી ખાસ વાત એ કે, આ શુભારંભ પ્રસંગે પ રમ પૂજ્ય શ્રી શેરનાથ બાપુ, પરમ પૂજ્ય શ્રી ઇન્દ્રભારથી બાપુ, પરમ પૂજ્ય શ્રી બાલકનાથ બાપુ , પરમ પૂજ્ય શ્રી જયવીરનાથ બાપુ ના દિવ્ય આશિષ પ્રાપ્ત થયેલા. માયાભાઇ આહિરે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી જેમાં તેમણે ઉદ્ઘાટન પ્રસંગમાં ઉપસ્થિત સૌ સાધુ સંતો સહીત રાજીકીય નેતા તેમજ મહાનુભાવોનો આભાર વ્યક્ત કરેલ .

માયાભાઇ આહીરે પોસ્ટર શેર કરતાની સાથે લખ્યું કે, આપણાં લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ સાહેબ તેમજ માનનીય શ્રી પાટીલ સાહેબનો એવમ્ મુળુભાઇ બેરા સાહેબ, સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા , ધારાસભ્ય શ્રી ભગવાનભાઇ બારડ , શ્રી રઘુભાઇ હુંબલ , ઝવેરીભાઇ ઠકરાર , રાજશીભાઇ જોટવા , અંબરીષભાઇ ડેર ,જસાભાઇ બારડ , ગોવિંદભાઇ પરમાર , મેરૂભાઇ પંપાણિયા તેમજ જિલ્લા કલેક્ટર સાહેબ , એસ.પી. સાહેબ , જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ,જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી , તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર…

VIMS HOSPITAL ના માધ્યમથી દર્દી દેવો ભવ: ની ભાવના સાકાર થશે એ જ અભ્યર્થના સહ સૌનો ખૂબ ખૂબ આભાર. માયાભાઈ આહીરે શરૂ કરેલ આ ભગીરથ કાર્ય સૌ લોકો માટે આશીર્વાદ રૂપે ફળીભૂત થશે કારણ કે માયાભાઇ આહીરની સફળતામાં વધુ એક ઉપલબ્ધી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!