પાણી વચ્ચે ફસાયેલા યુવકે કહ્યુ અમે મોત ની છેલ્લી ઘડીએ છીએ અને ભારતીય વાયુ સેનાનુ હેલીકોપ્ટર ગણતરી ની કલાકો મા બચાવવા પહોંચી ગયુ.
હાલ ગુજરાત મા ચારે કોર મેઘ તાંડવ જોવા મળી રહયો છે અને રાજકોટ જુનાગઢ અને જામનગર મા મોટા પાયે નુકશાન પણ થયુ છે ખાસ કરી ને પશુઓ અને ગાડીઓ તણાઈ હતી. રાજકોટ ના લોધીકા મા 10 કલાંક મા 18 ઈંચ વરસાદ પડતા જળબંબાકાર ની સ્થિતી સર્જાઈ હતી તો અનેક જગ્યા એ કાર તાણાવા ની ઘટના પણ બની હતી.
આ ઉપરાંત સોસિયલ મીડીયા પર એક વિડીઓ વાયરલ થયો હતો જેમા એક યુવક જણાવી રહ્યો છે કે તેવો જામનગર જીલ્લા ના નાગેશ્વર ખોડીયાર મંદિર પર એવી રીતે ફસાયા છીએ કે જીવ જોખમ મા છે અને તેવો ચાર મહિલા અને બે પુરુષો છે અને બચાવવા માટે અપીલ કરી હતી. યુવક ના વિડીઓ મા દેખાઈ રહ્યુ છે કે ચારે કોર પાણી ભરાયેલું છે.
જ્યારે આ બાબત તંત્ર ને ધ્યાન મા આવતા પાણી નો પ્રવાહ વધુ હોવાથી NDRF અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી શકે તેમ ન હોવાથી જીલ્લા કલેક્ટર ને જાણ કરાતા જીલ્લા કલેક્ટર દ્વારા વાયુસેના નો સંપર્ક કરવામા આવ્યો હતો. વાતાવરણ થોડુ ક્લીયર થતા વરસાદ રહેતા વાયુ સેના ના હેલીકોપ્ટરે ઑપરેશન હાથ ધર્યુ હતુ અને પરિવાર ને સાંજે બચાવી લેવા મા આવ્યો હતો.
— Today GUJARAT (@TodayGUJARAT1) September 14, 2021
આ પરીવાર સવાર થી જ મંદીરે પાણી ને વચ્ચે ફસાયેલો હતો અના સતત પાણી નો પ્રવાહ વધી રહ્યો હતો જયારે NDRF ની ટીમ ત્યા પહોચી તો જોયુ હતુ કે હેલિકોપ્ટર બચાવવા અશક્ય હતા. અને 10 કલાંક ની જહેમત બાદ તેવો ને હેમખેમ રીતે બચાવી લેવામા આવ્યા હતા.