14 વર્ષે કોન બનેગા કરોડપતીમાં 1 કરોડ જીતનાર બાળક આજે પોરબંદર શહેરમાં IPS ઓફિસરની તરીકે ફરજ નિભાવે છે.

જીવનમાં સફળતા ગમે ત્યારે મળી શકે છે! આજે દિવસ ખરાબ છે તો આવતી કાલે વધુ સારો હ્શે. આજે આપણે એક એવા જ વ્યક્તિની વાત કરવાની છે જેને અથવા પરીશ્રમ અને આવડત થકી પોતાનું જીવન સફળ બનાવ્યું છે. આપણે વાત કરી રહ્યા છે રવિ સૈની નામના વ્યક્તિની જેને 10 વર્ષની ઉંમરે કોમ બનેગા કરોડ પતિ જુનિયરમાં ભાગ લીધો હતો અને તેમણે 1 કરોડ રૂપિયા જીત્યા હતા.તમને જાણીને નવાઈ લાગશે કે તેમને માત્ર અમીતાબ બચ્ચનને મળવું હતું એટલે આ શોમાં ભાગ લીધો અને આખરે તેમના નસીબ એટલા સારા હતા કે તેમણે 1 કરોડ ની ધન રાશિ જીતી લીધી.

આજે આ બાળક ખૂબ ન ઉંચી પોસ્ટ ધરાવે છે અને તેનું જીવન સુખ સમૃદ્ધ થી ભરપુર છે. આજે તેઓ આઈ.પી.એસ ઓફિસર છે. એક ઇનરવ્યુમાં તેંમને કહ્યું હતું કે, તેમને મહાત્મા ગાંધી હોસ્પિટલમાં મેડિકલ કોલેજ શરૂ કરી હતી અને ત્યારબાદ ત્યાં તેમને એમબીબીએસ કર્યું અને એ સમયગાળમાં યુપીએસસી ક્લિયર કર્યું. તેમના પિતાજી નેવીમાં હતા અને તેમનાંથી પ્રેરિત થઈને જ તેમણે પોલીસ બળમાં સામેલ થયા.

2021માં તેમને પહેલીવાર UpSC ની પરીક્ષા આપી અને પહેલી જ તકમાં તેઓ પાસ થઈ ગયા પરતું મુખ્ય પરીક્ષામાં પાસ ન થઈ શક્યા એટલે 2013માં ફરી એક વખત પરીક્ષા આપી અને આ બાદ તેમને ટપાલ ખાતામાં સેવા મળી અને 2014 માં ફરી એકવાર આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી.આખરે જીવનમાં એ દિવસ આવ્યો કે તેમને 461 રેન્ક સાથે પોલિસ સેવાની પરિક્ષા પાસ કરી

તમને જાણવીએ કે રવિ મોહન સૈની મૂળ રાજસ્થાનનાં છે અને તેઓ અલવર નાં રહેવાસી છે. તેમના પિતાનું પોસ્ટિંગ અલગ અલગ જગ્યા થાય છે અને આજ કારણે અભ્યાસ અલગ શાળાઓમાં થયેલ છે અને આજે તેઓ ગુજરાતનાં પોરબંદર શહેરમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પરતું આ ખરેખર વસ્તીવિક્તા છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *