Gujarat

આ યુવક એવી જગ્યા એ મોજ થી બેઠો કે વિડીઓ જોઈ તમારા સ્વાસ અંધર ચડી જશે

દરેક વ્યક્તિને કુદરતી સુંદરતા સાથે લગાવ હોય છે અને આમ પણ સ્વાભાવિક છે કે,પ્રકૃતિ સાથે કોને ન ગમે? કુદરત આ સૃષ્ટિનું સર્જન એવી રીતે કર્યું છે કે મનુષ્યોને ખોબલે ખોબલે ભરીને લીલી છમ હરિયાળી આપી છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે વિશ્વમાં એવી અનેક જગ્યાઓ આવેલી છે જ્યાં સુંદર પર્વતમાળાઓ અને વન ઉપવન નદીઓ અને સમુદ્ર આવેલા છે.

આપણે સૌ કોઈ સોશિયલ મીડિયમા જોઈતા હોઈએ છે કે કંઈ રીતે લોકો સુંદરતા ભરેલા સ્થાનો સાથે રિલ્સ બનાવી ને શેર કરતા હોય છે. હાલમાં જ ઈન્સ્ટાગ્રામમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક યુવાન પર્વત પર ની છેલ્લી ટોચ પર બેઠો છે અને એ પણ તેની નીચે માત્ર ખાણ છે અને જો અહીંયા થી ન કરે નારાયણ જો પડ્યો તો ખરેખર જીવવું શક્ય જ નથી.

આપણને સુંદરતા થી ભરપૂર દ્રશ્યો ગમે પરંતુ ક્યારેય મોજ કે શોખ ખાતર માત્ર કોઈને દેખાડવા માટે આવા પગલાં ક્યારેય ન લેવા જોઈએ કારણ કે ક્યારેક આકસ્મિક સજોગમાં પરિસ્થિતિ એવી પણ સર્જાય કે મુત્યુ પણ થઈ શકે છે. કુદરતની આ સૌંદર્યતા આપણું જીવન પણ લે શકે છે. વીડિયો એવી જગ્યાએ ન બનાવવો જોઇએ જ્યાં આપણા જીવનું જોખમ વધારે હોય છે.જીવનના તમે જીવતા હશો તો વિડિયોઝ અનેક બનશે પરતું જો કંઈ ઘટી ગયું તો એક દિવસ આપણે જ તસ્વીર કેદ થઈ જઈશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!