દાતાઓ ના અનુદાનથી 40 લાખ એકઠા થયા અને પટેલ યુવક ને જાપાન થી ભારત એરલીફટ કરાયો
આજ થી અંદાજીત 3 વર્ષ પહેલા વર્ક પરમીટ સાથે ભારત થી જાપાન ગયલો જયેશ પટેલ નામ નો યુવક ત્યા ગંભીર બીમારી ઓ જેવી કે ટીબી અને બ્રેનસ્ટોક (ટ્યૂબરકોલોસીસ)ની ભયકંર બીમારી નો ભોગ બન્યો હતો. અને છેલ્લા સાત મહીના થી ત્યા જ સારવાર લઈ રહ્યો હતો અને સમસ્યા ત્યારે વિકટ બની કે જ્યારે યુવક પાસે ભારત પરત આવવાના અને દવા ના ખર્ચ માટે ના રૂપીયા રહીયા નહોતા.
મહેસાણા ના મૂળ ભેંસાણ ના જયેશભાઈ અને તેના પરીવાર માટે પરિસ્થીતી ઘણી વિકટ હતી ત્યારે દીકરા ને પરત લાવવા જયેશભાઈ ના પિતા હરીભાઈ એ ભારત સરકાર પાસે હાથ લંબાવ્યો હતો અને પી એમ અને ગૃહમંત્રી અમિત શાહ ને એક પત્ર લખ્યો હતો.
આ ઉપરાંત ભારત નો એમ્બેસી ને પણ અપીલ કરી હતી અને મિડિયા ના માધ્યમ થી પણ લોકો ને મદદ માટે અપીલ કરી ત્યારે અનેક સંસ્થા ઓ અને લોકો ની મદદ થી અંદાજીત 40 લાખ નુ અનુમાન મળ્યુ હતુ.
ત્યાર બાદ જયેશ પટેલ ને જાપાન થી ભારત લાવવા માટે એક ડોક્ટર ને જાપાન મોકલવા મા આવ્યો હતો અને ડોક્ટર ના ઓબ્ઝર્વેશન મા મીનક પ્લેન મા ભારત લાવવામાં આવ્યો હતો અને હાલ તેવો ની સારવાર અમદાવાદ ની ખાનગી હોસ્પીટલ મા ચાલી રહ્યો છે અને પરીવાર રાહત નો સ્વાસ લીધો હતો.