મિત્ર ની બર્થ ડે પાર્ટી મા પહોંચે એ પહેલા જ કાળ આંબી ગયો
જીવનો અંત ક્યારે આવી જાય એ ખબર નથી રહેતી. આપણે ધાર્યું ન હોય ત્યારે મૃત્યુ દસ્તક દઈ છે અને આપણે આપણો જીવ ગુમાવતા હોય છે. ત્યારે આપણા સ્વજનોને જે આઘાત લાગે છે, તેને સહન કરવો ખૂબ જ કઠિન છે. હાલમાં જ એક પરિવાર પોતાનો એક નો એક યુવાન દીકરો ગુમાવ્યો. હજુ જીવનની ખરો આનંદ ન માણનાર વ્યક્તિ જ્યારે ચાલ્યો જાય ત્યારે ખરેખર દુઃખ નાં વાદળો છવાઈ જાય છે.
વાત જાણે એમ છે કે, રાજકોટના યુવકને જામનગર રોડ પર અકસ્માત નડતાં યુવકનું નિધન થયું. એન્જિયરીંગમાં કરેલો યુવક પરિવાર માટે આશાસ્પદ હતો જ્યારે તેના મોતના સમાચાર આવ્યા ત્યારે પરિવારને ખૂબ જ આઘાત લાગ્યો હતો અને તેના પિતા રીતસરના આઘાતમાં સરી પડ્યા હતા. યુવક પોતાના દોસ્તની બર્થડે ઉજવણી માટે રાત્રીના સમયે જતો હતો ત્યારે જ આ અકસ્માત થયો
આ અકસ્માત થયો ત્યાંથી ગંભીર રીતે ઘવયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન જ યુવકનું મોત નિપજી ગયું હતું. જોકે અન્ય એક વ્યક્તિ પણ આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયો છે જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.
રાજકોટમાં કેટલાક મિત્રોએ બર્થડે પાર્ટી કરવાનું પ્લાન કર્યું હતું. જામનગર રોડ પર આવેલી ન્યારી હોટલ પર આ ઉજવણી હતી જ્યાં મિત્રો જઈ રહ્યા હતા. દરમિયાન જામનગર રોડ પર આવેલી રાધે કાઠિયાવાડી હોટલ પાસે સામેથી આવતી કાર અને બિલાડીને બચાવવા જતાં કાર પલ્ટી ખાઈ ગઈ હતી અને ખાડામાં ખાબકી હતી. આ અકસ્માતમાં મૃત્યુ પામનારની આત્માને શાંતિ અર્પે એજ પાર્થના કરીએ.