જેઠાલાલની રિયલ પત્ની છે, એટલી ખુબસુરત કે, અભિનેત્રીઓ તેમની પાસે ઝાંખી પડે..
ટીવી જગત અને ફિલ્મીજગતના કલાકારો સાથે આપણો અતુટ નાતો રહેલ હોય છે, કહેવાય છે ને કે કોઈક પાત્ર એવા હોય છે જેની સાથે આપણી અનોખી લાગણીઓ બંધાઈ જાય છે. ત્યારે આજે આપણે એક એવા કલાકારની વાત કરવાવી છે જેની સાથે ભારત ભરના પરિવારનો અતૂટ સંબંધ બંધાયેલ છે. આ કલાકાર એટલે બીજું કોઈ નહિ પરંતુ જેઠાલાલ! જેની અસલી નામ દિલીપ જોશી છે. આજે તેઓ માત્ર એક જ સિરિયલમાં જોવા મળે છે અને એ સિરિયલથી તેમને ખૂબ જ લોકપ્રિયતા મળી છે. આ સિરિયલમાં ભલે આજે દયાભાભી નથી પરંતુ જેઠાલાલ ન લીધે આ સિરિયલ આજે પણ લોકોને પોતાની સાથે જોડી રાખે છે.
ટીવીમાં આપણે હંમેશા જોયું છે કે, કંઈ રીતે જેઠાલાલ ની કેમેસ્ટ્રી બબીતા જી અને દયા સાથે ખૂબ જ દર્શકોને પ્રિય લાગે છે, ત્યારે એ જોવાનું રહ્યું કે આખરે જેઠાલાલની રિયલ લાઈફમાં તેમની પત્ની કેવી છે અને તેમના પરિવારમાં કોણ કોણ છે તે આજે આપણે જાણીશું.જેઠાલાલનો જન્મ ગુજરાતનાં પોરબંદર જિલ્લાનાં ગોસા ગામમાં બ્રાહ્મણ પરિવારમાં થેયલ હતો અને ખાસ વાત એ કે તેઓ હરિભગત છે, એટલે કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત સત્સંગી છે. ખરેખર પમુખ સ્વામીના આર્શીવાદ અને દિલીપ જોશીની મહેનત થી આજે તેઓ આ મુકામ પર છે, ત્યારે ખરેખર આ ધન્યની વાત કહેવાય છે.
આ સફળતામાં તેમની પત્નીનું પણ એટલું જ મહત્વનું યોગદાન રહેલું છે તેમની પત્ની નું નામ જયમાલા જોશી છે.દિલીપ જોશી ની પત્ની ખૂબ જ સરળ અને નિર્મળ સ્વભાવના છે અને હા દેખાવમાં અતિ સુંદર જ છે પરંતુ કહેવાય છે ને કે તો ક્યારેય પણ કેમરાની સામે નથી આવતા.
દિલીપ જોશી એ જીવનમાં ઘણી મુશ્કેલીઓ વેઠી છે.દિલીપે બાળપણમાં એક્ટિંગને કારણે અધવચ્ચે અભ્યાસ છોડી દીધો હતો.જેથી તેને આ વાતનો રંજ છે કે તેણે અભ્યાસ પૂરો ન કર્યો. થિયેટરમાં કામ કરવાને કારણે તે અભ્યાસ પર ધ્યાન આપી શકતા નહોતા અને આ જ કારણથી તેમણે અભ્યાસ છોડવાનો નિર્ણય લીધો હતો પરતું અથાગ પ્રયત્ન થકી તેને ખૂબ જ સફળતા મળી.
દરેક કાર્યમાં જેઠાલાલનો સાથ આપ્યો છે. જેઠાલાલનાં પરિવારમાં તેમની માતા તેમની પત્ની અને એક દીકરી અને એક દીકરો છે. દીકરી નું નામ નિયતિ છે અને દીકરા નું નામ ઋત્વિક.‘તેમના સંતાનો આજે પોતાની કારકિર્દી બનાવવામાં વ્યસ્ત છે આજે તેઓ ક્યારેય પોતાના સંતાનો પર અભિયન કરવાનું કે ક્ષેત્રમાં જવાનું નથી કહેતા.