વૃદ્ધ મહિલાને માન આપવા ખુદ એસ.આઈ નીચે બેસીને ફરિયાદ લખી, આને કહેવાય માણસાઈ.

જીવનમાં સફળતાની સાથોસાથ માન સન્નમાન પણ હોવું જ જોઈએ અને દરેક પ્રત્યે આદરભાવ હોવો જરૂરી છે. આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવાની છે જેણે ઊંચા પદે હોવા છતાં પણ તેમના થી નીચે પદે ધરાવતા લોકોને પણ માન આપવામાં આવે છે, ત્યારે રખુબ જ સરહાનીય વાત છે. આ વાત છે પ્રયાગરાજ ની અને જ્યાં એક વૃદ્ધ મહિલા જ્યારે એસ.એસ.પી ના ઘરે ફરિયાદ લખાવવા ગઈ હતી.

ત્યારે એક ખૂબ જ કરુણદાયક અને સરહાનીય અને ગૌરવપૂર્ણ વાત બની છે. વાત જાણે એમ છે કે, વૃદ્ધ મહિલા એસએસપીના ઘરે કોઈ ફરિયાદ લખાવવા ગઈ હતી. ત્યાં તેને બેસવા ખુરશી આપવામાં આવી, પરંતુ મહિલા જમીન પર જ બેસી, આ જોઈને એસઆઈ વિપિન પાલ પણ ફરિયાદ સાંભળવા માટે જમીન પર જ તેમની પાસે બેસી ગયા. વડીલોને માન સન્નમાન આપવું એ બહુ મોટી વાત છે, ત્યારે ખૂબ જ ગર્વની વાત કહેવાય કે આ પદે હોવા છતાં પણ તે માનવતા અને પોતાની ફરજ પણ ન ભૂલી

આજના સમયમાં લોકો નાના માણસોને તો ભાવ પણ ન આપે ત્યારે આ એસઆઈ આ માજીને કંઈ પણ તફલિક નોહતી જ પોહચવાની જો એ ખુરશી પર બેસીને ફરિયાદ લખત તો! પરતું આ તેમની મોટાઈ કહેવાઈ કારણ કે,આ વાત પરથી એજ શીખવા મળે છે કે,ખરેખર તમારી નાની-નાની આદતો જ તમારો વ્યવહાર અને સ્વભાવ દર્શાવે છે અને એક સારા માણસ હોવાનું પ્રમાણ પણ આપે છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *