જેતપુર: ખુશી નો દિવસ માતમ મા ફેરવાયો જન્મ દિવસ ના દિવસે જ યુવક નુ મોત નીપજ્યું
રાજકોટ ના જેતપુર મા એક કરુણ ઘટના બની છે જેમા એક યુવક નુ જન્મ દિવસ ના દિવસે જ મોત થતા અરેરાટી મચી ગઈ હતી. આ અકસ્માત બાઇક ચાલક અને એ.ટી બસ વચ્ચે થયો હતો. જેમા બાઈક ચાલક હરેશભાઈ નો જન્મ દિવસ હતો એટલે તે બાર જમવા જતી વખતે જેતપુર શહેરના રબારિકા ચોકડી પર આવેલા અન્ડર બ્રીજમાં પાણી ભરાઈ રહેતુ હોવાથી બાઈક ચાલક રોંગ સાઈડ મા જતો હોવાથી આ ઘટના બની હતી.
બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર રાજકોટ ના જેતપુર તાલુકા મા કણકીયા પ્લોટ વિસ્તારમાં ફ્રુટનો વ્યવસાય કરતો હરેશ ટોપણદાસ સોનીયાનો ગુરુવારે જન્મ દિવસ હોય તે બાઇક લઈને રાત્રીના હોટલમાં જમવા જતો હતો. ત્યારે રાજકોટ નેશનલ હાઈ વે પર રબારિકા ચોકડીએ રોડની બંને બાજુએ અવરજવર માટે હાઈ વે ઓથોરિટી દ્વારા અન્ડર બ્રીજ બનાવવામાં આવ્યો છે. પરંતુ તેમાં પાણી ભરાયેલું હોવાથી હરેશ રોંગ સાઈડ માથી બાઈક ચલાવવું પડયું હતુ.
ત્યારે સામે થી આવતી ઉંજા-જૂનાગઢ રૂટની એસટી બસ સામે જોરદાર ટક્કર થઈ હતી. અને હરેશ ને ગંભિર ઈજા ઓ પહોંચી હતી. ત્યારે સ્થાનીક લોકો એ તેને તાત્કાલીક હોસ્પીટલે પહોંચાડયા હતો પરંતુ સારવાર દરમ્યાન તેનુ જન્મ દિવસ ના દિવસે જ મોત નિપજ્યું હતું.
જેતપુર રાજકોટ નેશનલ હાઈ વે પર રબારિકા ચોકડીએ રોડની બંને બાજુએ અવરજવર માટે હાઈ વે ઓથોરિટી દ્વારા અન્ડર બ્રીજ બનાવવામાં આવ્યો છે. પરંતુ આ બ્રીજ નાળામાં તો કાયમી સાડીઓના કારખાનાઓનું પાણી જ ભરાયેલું રહેતું હોવાથી તેનો ઉપયોગ કરી શકાતો નથી અને રબારીકા રોડ પર જવું હોય તો વાહન ચાલકોને ફરજિયાત રોંગ સાઈડ થી જવુ પડે છે. જ્યારે ઘણી વખત આવી ઘટના ઓ ઘટે છે.