શ્રમજીવી યુવાનનો રહસ્યમય રીતે ભાવનગરનાં બોરતળાવમાંથી મૃત દેહ મળી આવ્યો! મોતનું કારણ…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, આપઘાત અને રહસ્યમય સંજોગમાં થયેલ મોતના બનાવ અનેકવાર સામે આવે છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ દુઃખ દ અને રહસ્યમય ઘટના ઘટી છે, જેના લીધે પોલીસ પણ વિચારમાં પડી ગઈ છે, આ સમસ્યાનો ભેદ ઉકેલવા માટે. હાલમાં જ ભાવનગર શહેરના બોર તળાવ માંથી એક 28 વર્ષના નવ જુવાન ની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે.

ખરેખર હાલમાં અનેક અઘટિત ઘટનાઓ ઘટી રહી છે, ત્યારે આ ઘટના યુવાને પોતાનો જીવ ગુમાવતા પરિવાર જનોમાં આઘાત છવાઈ ગયો છે અને ખૂબ જ મોટું દુઃખ આવી પોહચતા ભાગી પડ્યા છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,ભાવનગર શહેરના ચાવડીગેટ વિસ્તારમાં રહેતાં 28 વર્ષીય શ્રમજીવી યુવાનનો મૃત દેહ તળાવ માંથી મળતા ડી ડિવિઝન પોલીસની ટીમે લાશનો કબ્જો લઈ મોતનું કારણ જાણવા પીએમ માટે સર.ટી હોસ્પિટલમાં મોકલીને કાર્યવાહી હાથ ધરી હતી.

આ ઘટના થી પોલીસ પણ જાણવા હવે આતુર છે કે, આખરે આ યુવાન આત્મહત્યા કરી છે કે મુત્યુ નું કોઈ બીજું . પોલીસે લાશનો કબ્જો લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. જેમાં મૃતકના શરીર પર કોઈ ઈજા કે હથિયાર ના ઘા ના નિશાન જોવા મળ્યાં ન હતાં તથા તેનાં પેન્ટના ખીસ્સામાં થી મળેલ ઓળખ કાર્ડ આધારે મૃતક શહેરના ચાવડીગેટ વિસ્તારમાં રહેતો રાજેશ ઘનશ્યામભાઈ વાઘેલા ઉ.વ.28 હોવાનું ખુલવા પામ્યું હતું અને હાલમાં મુત્યુ નું કારણ અંકબંધ છે.

આ બનાવ થી પરિવાર જનો પર મોટી આફત આવી ગઈ છે અને એક તો પોતાનો દીકરો ગુમાવ્યો અને સાથો સાથ મુત્યુ નું કારણ પણ અંકબંધ રહી ગયું છે, ત્યારે આ ઘટના ખૂબ જ દુઃખ દાયક છે. ખરેખર ઈશ્વર આ મૃતકની આત્માને શાંતિ આપે તેમજ પરિવાર જનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *