એક કરોડ ની ઇલેક્ટ્રોનીક કાર કચ્છના રાજવી પરિવારના ઘરની શોભા વધારશે , જાણો કાર ની ખાસિયત

ટેકનોલોજી સતત આગળ વધી રહી છે હાલ ઈલેક્ટ્રોનીક કાર નો ક્રેઝ સતત વધી રહ્યો છે અને લોકો ઈલેક્ટ્રોનીક કાર પસંદ કરી રહ્યા છે ત્યારે ગુજારત મા એક ખાસ ઈલેક્ટ્રોનીક કાર ની ખરીદી કચ્છના રાજવી પરિવારે કરી છે જેની કીમતી 1 કરોડ રૂપિયા છે.

કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાએ આ કાર માટે ખાસ જર્મનીને ઓર્ડર આપ્યો હતો, જર્મનીની કાર નિર્માતા કંપની મર્સિડીઝ બેન્ઝને ઇલેક્ટ્રિક કારની કીંમત 1 કરોડ છે જે કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે રાજવી પરિવારને ડિલિવર કરવામાં આવી હતી. મહારાવ પ્રાગમલજી ત્રીજા હંમેશાં પર્યાવરણને જાળવી રાખવા અને બચાવવા માટે પ્રયત્નશીલ રહેતા હતા. અને તેથી તેવો એ હયાતી મા આ કાર ની ખરીદી કરી છે ઉપરાંત મહારાવ પ્રાગમલજી ત્રીજા વિન્ટેજ કારો અને ઓટોમોબાઇલના ખૂબ પ્રેમી હતા.

જો આ કાર ની વાત કરવામા આવે તો મર્સિડીઝ બેન્ઝ EQC-400એ મર્સિડીઝની સૌપ્રથમ સંપૂર્ણ ઓટોમેટિક ઇલેક્ટ્રિક કાર છે. આ કારનો પીકપ પાવર 785hpbhp છેએનો પાવર પણ 408 હોર્સપાવર જેટલો છે અને આ કારમાં ઘણાં બધાં આધુનિક ફીચર્ચ પણ છે. આ કારમાં 7 એરબેગ છે જે સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ સારું કહી શકાય. આ ગાડી એક વખત ચાર્જ કર્યા પછી 450 કિલોમીટર ચાલે છે, કારને ફુલ ચાર્જ થતાં 7:30 કલાકનો સમય લાગે છે.

રજવાડા સમયથી જ મર્સિડીઝ બેન્ઝ રોયલ કાર માથી એક છે આ કાર ની વર્ષો થી લોકપ્રિયતા રહી છે. આ કાર ભારત મા ચોથી અને ગુજરાત મા પ્રથમ કાર છે.

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *