Gujarat

10 વર્ષ થી નાની દીકરીઓ ના માતા પિતા માટે આ યોજના છે ખાસ ! મળી શકે છે 1 લાખ સુધીની…

આપણા સમાજમાં દીકરીનું મહત્વ ખૂબ જ ઓછું છે, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા દીકરીઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ બહાર પાડી છે જેના લીધે દીકરીનું ભવિષ્ય સુરક્ષિત રહે અને દીકરી ભણી શકે તેમજ માતાપિતા પર દીકરી બોજ ન લાગે તે માટે અનેક યોજનાઓ બહાર પાડી છે ત્યારે આજે આપણે એક એવી યોજના વિશે જાણીશું કે, જેમાં તમારી દીકરી 10 વર્ષની થાય ત્યાર થી લઈને એ જ્યારે યોગ્ય ઉંમર આવતા ની તમને 1 લાખ મળશે.

મોદીજીએ દેશની દીકરીઓ આત્મનિર્ભર બને અને ઉન્નતિ કરે તે માટે બેટી બચાવો-બેટી પઢાઓ કૅમ્પનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાન્યુઆરી, 2015માંસુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી હતી. તેનાથી હવે દેશની દરેક બાળકીનું ભવિષ્ય સુરક્ષિત બન્યું છે. દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગતએક અકાઉન્ટ ખોલવામાં આવે છે. આ અકાઉન્ટ ખોલાવવું એકદમ સરળ છે. સામાન્ય રીતે PPF અકાઉન્ટ ખુલે છે, ત્યાં એટલે કે બેંન્ક કે પોસ્ટઑફિસમાં દીકરીના નામે ખાતું ખોલાવી શકો છો.

આ યોજના બાળકીઓના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્ય માટે બનાવવામાં આવી છે. જેનાથી તેમનું પૂરું શિક્ષણ અને 18 વર્ષની થાય ત્યારે લગ્નના ખર્ચની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ શકે છે. આ યોજનાં બાળકીઓ અને તેમના માતા-પિતાનેનાણાંકીય સુરક્ષા પ્રદાન કરવા માટે લાગુ કરવામાં આવી છે. જેમાં ઓછા રોકાણે વધુ વ્યાજ દરની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ યોજનાનો અનેરો લાભ છે.દર વર્ષે ઓછામાં ઓછા 250 અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા જમા કરાવી શકો છો.જમા રકમ પર વાર્ષિક ૭.૬ ટકા હિસાબે વ્યાજ મળે છે.નવા નિયમ પ્રમાણે દીકરીના લગ્ન પર 100 ટકા રકમ ઉપાડી શકાય છે.જમા રકમ પર 80-સી હેઠળ ટૅક્સની છૂટ મળે છે.દીકરી 21 વર્ષની થાય પછી વ્યાજ નહીં મળે.આ યોજનાથી તમે વર્ષે ઓછામાં ઓછું 1 હજાર અને વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો.  તમે વર્ષ દરમિયાન જ્યારે પણ ઇચ્છો ત્યારે પૈસા જમા કરાવી શકો છો.

આ યોજના પીપીએફ યોજના જેવી છે. એટલું જ નહીં આ યોજના પીપી એક કરતા વધુ વ્યાજ આપે છે.જો તમે કોઇ વર્ષે પૈસા જમા કરવાનું ભૂલી જશો. તો તમારે 50 રૂપિયાની પેનલ્ટી ભરવી પડશે.જો તમે દિકરીનાં 18 વર્ષે લગ્ન કરાવા માંગતા હોવ તો તમે પ્રી-મેચ્યોર ફેસિલિટી હેઠળ નાણાં નીકાળી શકશો.જો તમારી બે દીકરીઓ હોય તો તમે બે એકાઉન્ટ ખોલાવી શકો છો. પણ જો બે થી વધારે છોકરીઓ હોય તો તમે વધુમાં વધુ માત્ર 2 જ એકાઉન્ટખોલી શકો.આમાં પૈસા જમા કરવાની ઓનલાઇન સુવિધા પણ ઉપલબ્ધ છે.આ યોજના પર તમે કોઇ પ્રકારનો દેવું નહીં લઇ શકો.

માતા પિતા કે ગાર્ડિયન કન્યા માટે ” સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવી શકે છે. આ યોજનામાં 2-2-2003ના રોજઅથવા ત્યાર બાદ જન્મેલી કન્યાનું ખાતું ખોલાવી શકાય છે. અને માતા અને પિતા ગાર્ડિયન તરીકે ખાતું ખોલાવી શકે છે. અનાથ કન્યાના કિસ્સામાં કોર્ટ દ્વારા નિમાયેલા ગાર્ડિયન ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ એક કુટુંબ માંથી વધુ માં વધુ બે કન્યાઓનું ખાતું ખોલાવી શકાય છે. અને ઓછામાં ઓછા રૂપિયા એક હજારથી ખાતું ખોલાવ્યા બાદ એક નાણાકીય વર્ષમાં રૂપિયા 100ના ગુણાંકમાં વધુ માં વધુલાખ 50 હજાર જમા કરાવીશકાય છે. ફોર્મ મેળવવાબને અરજી કરવા સ્થાનિક મધ્યસ્થ પોસ્ટ ઓફ઼ીસ નો સંપર્ક કરવો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!