જીવનમાં અનેક સંઘર્ષ કર્યા પછી જીગલી અને ખજુરનાં પાત્રએ જીવન બદલી નાખ્યું! જાણો ખજૂરભાઈના જીવનની સફળતાની કહાની જાણો.
કહેવાય છે કે, સફળતા મેળવવા અનેકગણું સંઘર્ષ કરવું પડે છે ત્યારે જ તમને સફળતાનાં શિખરો સર કરી શકો છો.આપણે એવા ઘણાઓ વ્યક્તિઓની જિંદગીને આપણી નજર સમક્ષ જોઈ હોય છે. આજે આપણે વાત કરીશું ગુજરાતનાં કોમેડી કિંગ ખજૂરભાઈના જીવન વિશે. એક સમય એવો હતો જ્યારે આપણે ખજૂર ભાઈને ઓળખતા પણ ન હતા પરંતુ આજે તેમની બોલબાલા ગુજરાતમાં છે.બાળકો થી લઈને વડીલોના દિલોને પણ તેમને જીત્યું છે. આજે ખજૂરભાઇ દરેક રીતે સધ્ધર તો છે જ પરતું સાથો સાથ તેમના સુખમાં દિવસોમા દુઃખીઓના ભાગીદાર બની રહ્યા છે.
આજે આપણે ખજુરભાઈ નાં જીવન વિશે વાત કરીશું કે કંઈ રિતે નીતિન જાનીમાંથી તેઓ ખજૂર બન્યા અને ત્યારબાદ ખૂબ જ લોકપ્રિય મેળવી. વાત જાણે એમ છે કે ખજૂરભાઈનું સાચું નામ નીતિન જાની છે.આજે તેમના ભાઈ સાથે મળીને તેઓ ગુજરાતના જરુરિયાત મંદોની મદદ કરી રહ્યા છે. આપણે ખજૂરભાઈ ને ત્યારે ઓળખ્યા જ્યારે તેઓ પહેલીવાર ધવલ દોમડિયા સાથે જીગલીના અવતારમાં આવ્યા અને બસ ત્યારબાદ લોકોને તેમનુ પાત્ર ગમ્યું અને સમય જતાં નીતિન ભાઈ પોતાની યુટ્યુબ ચેનલ શરૂ કરી.
ખજૂર નામ પાછળ રોચક વાત છે, તેઓ એકવાર શીંગાપુર નાં મોલમાં ગયા અને ત્યાં તેમને ખજૂર ખરીધો ને બસ તેમને આ જ પરથી પોતાના પાત્રનું નામ ખજૂર રાખ્યું અને આખરે આ જિગલી ને ખજુરની જોડી ધૂમ મચાવી. હાસ્ય થી ભરપૂર વીડિયો બનાવિને તેમને 4 સિલ્વર બટન અને એક ગોલ્ડ બટન યુટ્યુબ તરફથી મળ્યું છે. ત્યારે ખરેખર આ એક સરહાનીય વાત છે. આ તેમની અથાગ પરીશ્રમનું પરિણામ છે.
એક સમયે બોલિવૂડમાં તરુણ જાની અને નીતિનને કામ ઘણા સંઘર્ષ બાદ મળ્યું હતું. તરુણ જાની અને તેમના ભાઈ નીતિન જાની ડ્રાઇવિંગ કરીને રોજ સુરત થી પુના અને પુનાથી મુંબઈ જતા અને બૉલિવૂડમા કામ માંગતા અને ઘણો સમય તેમને કામ મેળવવા માટેથી બહાર 4 થી 5 કલાક સુધી બેસી રહેવું પડતું. ક્યારેક તેમને કામ ના મળે તો તેઓ ભૂખ્યા પેટે ડ્રાઈવ કરીને બંને ભાઈઓ પાછા પુણે જતા રહેતા.
તેમનું એક મૂવી પણ રિલીઝ થયું છે જેનું નામ છે “આવું જ રેશે “. આ મૂવી માં તેમણે પ્રોડ્યૂસર અને કાસ્ટીંગ ડિરેક્ટર તરીકેનું કામ કર્યું હતું. ફિલ્મ ના હેતુથી ગુજરાતી દર્શકોમાં કે આગવી ઓળખ ઉભી કરવા માટે જિગલી અને ખજૂરનો વીડિયો બનાવવામાં આવ્યો અને આખરે આજે તેઓ લોકોનું દિલ જીતવામાં માહિતગાર બન્યા આજે તેઓ ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે અને લોકોને મદદ કરી રહ્યા છે અમે અત્યાર સુધી કરોડ રૂપિયા કરતા વધુ દાન કર્યું છે. ખરેખર ખજૂરભાઈની કામગીરી વંદનિય છે.