Health

આ લોકો માટે કેરેલા જેર સમાન છે ! ક્યારે પણ ના ખાવા જોઇએ કારેલા

સામાન્ય રીતે લોકો આપણને કારેલા ખાવા ની સલાહ આપતા હોય છે અને તેના અનેક ફાયદા ઓ છે તેવુ ગણાવતા હોય છે અને હા ચોક્કસ અમુક પ્રકાર ના દર્દી ઓ માટે કારેલા વરદાન છે પરંતુ અમુક કિસ્સા ઓ મા કારેલા નુકશાન પણ પહોચાડે છે તો ચાલો જોઈએ કે કારેલા ખાવાના ના કયાં ક્યાં ગેરફાયદાઓ છે.

જો તમને લીવર ની બીમારી છે તો તમારે કારેલા ક્યારે પણ ના ખાવા જોઈએ લીવર ની બીમારી વાળા લોકો ને કારેલા ના કારણે અન્ય સમસ્યા ઓ થવાનો ભય રહે છે કારેલા નુ કડવાપણુ યકૃતમાં પ્રોટીનનું પરિભ્રમણ અટકાવે છે અને યકૃતની સમસ્યાઓ વધારે છે. લીવર એન્ઝાઇમનું જોખમ પણ વધારે છે જે યકૃતને નુકસાન પહોંચાડે છે.

સગર્ભાવસ્થા દરમિયાન કારેલા નુ સેવન હાનીકારક સાબીત થાય છે કારેલા ખાવા થી સુવાવડ દરમ્યાન તકલીફ નો સામનો કરવો પડે છે અને ગર્ભપાત પણ થવાની શકયતા છે. આ ઉપરાંત નાના બાળકો ને પણ કારેલા ના ખવડાવવા જોવે કારણ કે નાના બાળકો ને ડાયેરીયા થવાનો ભય રહે છે અને ઉલ્ટી પણ થવાનો ભય રહે છે.

ડાયાબિટીઝના દર્દીઓ લોહીની ખાંડ ઘટાડવા માટે કારેલા નુ સેવન કરે છે, પરંતુ વધુ કારેલા ખાવાનું ડાયાબિટીઝના દર્દીઓ માટે હાનિકારક હોઈ શકે છે. ખૂબ માત્રામાં કારેલાખાવાથી ડાયાબિટીઝના દર્દીઓમાં હેમોલિટીક એનિમિયા થવાનું જોખમ વધી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!