કળિયુગનાં અંતમાં માણસનું જીવન કેવું હશે જાણીને આશ્ચર્ય થશે.
કલિયુગનો સમય ૪,૩૨,૦૦૦ વર્ષ માનવામાં આવે છે, પરંતુ આ વર્ષ એટલે પૃથ્વી અને સૂર્ય આસપાસ લાગતો સમય એવું હોવુ જરૂરી નથી. વર્ષની વ્યાખ્યા માટે વિદ્વાનોમાં જુદા-જુદા મત પ્રવર્તે છે.કલિયુગના અંત પછી સતયુગ ફરીથી ચાલુ થાય છે.
આજે આપણે જાણીશું કે,વર્ષ 2022માં કેવું હશે! ખરેખર આપણે સૌ કોઈ જાણીએ છે કે, આ સૃષ્ટીનું ચક્ર ભગવાનમાં હાથમાં જ છે. જે તેમ ઈચ્છે તે એવું કરીને બતાવે છે અને તેનાથી પરે આ દુનિયામાં કોઈ નથી. હાલમાં કલિયુગ ચાલી રહ્યો છે ત્યારે સૌ કોઈ માનવતાની જ્યોત પ્રગટાવીને એક બીજાનાં જીવનને પ્રકાશિતમય બનાવી રહ્યા છે પરંતુ શું તમે જાણો છો કે 2022 નો સમય કેવો હશે?
આપણે સૌ કોઈ જાણીએ છે કે 2020 અને 2021 આપણું સૌનું કોરોમાં કાળમાં વિત્યું છે તેમજ આ દરમીયાન આપણે સૌ એક બીજાને મદદ રૂપ થયા છીએ તેંમજ જીવનમાં દરેક માણસ બીજા માણસને મદદ રૂપ થયો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે આપણે નિઃસ્વાર્થ ભાવે વ્યક્તિઓની સેવા કરી છે પરતું પછી જ્યારે કળિયુગનોઅંત આવશે ત્યારે વ્યક્તિઓનું જીવન બદલાતું થઈ જશે.
બ્રહ્મવૈવર્ત પુરાણમાં કળિયુગના અંતનું જે વર્ણન કરવામાં આવ્યું છે તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે કળિયુગમાં વ્યક્તિની ઉંચાઈ વધું ઘટી જશેય સ્ત્રી અને પુરુષ થોડા વધું દુર્બળ થઈ જશે. 16 ઉંમરે તો માથાના વાળ પાકીને સફેદ થઈ જશે. નાની ઉંમરમાં મૃત્યુનું પ્રમાણ વધી જશે. લોકો માનસિક સંતુલન ગુમાવી દેશે. તેને લી મગજ બહેર મારી ગયું હોય તેવું વર્તન વધી જશે. લોકોમાં ગાંડપણના અંશો વધું જોવા મળશે.
નારાયણે પોતે જ નારદજીને જણાવ્યું છે કે કળિયુગમાં એક સમય એવો આવશે કે જ્યારે તમામ પુરુષો અને સ્ત્રીઓને આધીન થઈને જીવન વ્યતીત કરશે. પાપની બોલબાલા વધી જશે. મનુષ્ય સાત્વિક જીવનની જગ્યાએ તામસીક જીવન જીવવામાં વિશ્વાસ કરશે. કળિયુગમાં ગંગા નદી સૂકાઈ જશે.કળિયગુમાં પાંચ હજાર વર્ષ થશે પછી ગંગા નદી સૂકાશે.અને નર્મદા નદી પણ પાઘડી પન્ને જ રહેશે. એટલેકે સાંકડી થઈ જશેય. જ્યારે કળિયુગમાં દસ હજાર વર્ષ થઈ જશે ત્યારે તમામ દેવતાઓ પૃથ્વીને છોડીને પોતાના ધામમાં ચાલ્યા જશે. વ્યક્તિ પૂજન- કર્મ, વ્રત ઉપવાસ જેવા તમામ ધાર્મિક કાર્યોનો છેદ ઉડાડી દેશે.મહિં કરે. એક સમય એવો આવશે કે જમીનથી અન્નનુંઉત્પાદન પણ નહિં થાય. જમીન જળમગ્ન થઈ જશે.