Gujarat

કમલેશ બારોટ નુ ઓરીજનલ “સોંગ જાનુ મેરી જાનેમન” મા રાતો રાત લાખો વ્યુ વધીરે ગયાં ! જોવો આ સોંગ

હાલમાં જ્યાં જુઓ ત્યાં બચપન કા પ્યાર સિરિયલ ચર્ચાનો વિષય બની છે, ત્યારે તમને જાણીને નવાઈ લાગશે કે આ ગીત કમલેશ બારોટે ગાયેલું છે. ત્યારે તમને જણાવીએ કે આ સોંગ ક્યારે બન્યું હતું. સમયની સાથે કહેવાય છે ને કે ક્યારે શું થઈ જાય છે આ સોંગ વર્ષો પહેલા ગવાયેલ છે અને અત્યારે ફરી ચર્ચાનો વિષય બન્યો છે.

સોશિયલ મીડિયા પર આજકાલ સહદેવકુમાર દિર્દો નામના છોકરાનો વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ છોકરો ‘બચપન કા પ્યાર ‘ નામનું ગીત ગાતો જોવા મળે છે. છોકરાના અવાજમાં ગવાયેલું ગીત સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર થયું છે અને મનોરંજન જગતના સિતારાઓ આ ગીત પર ઈન્સ્ટાગ્રામ રીલ બનાવી રહ્યા છે. આ છોકરાનો વિડીયો એટલો તો વાયરલ થયો કે, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે એ છોકરા પાસે ગીત ગવડાવ્યું હતું.

તમને જાણીને નવાઈ લાગશે પણ આ ગીત ગાયક ગુજરાતી છે. ગુજરાતી લોકગાયક કમલેશ બારોટે ‘બચપન કા પ્યાર’ ગાયું છે. આ ગીત 2018ની સાલમાં બન્યું હતું. ગીતનું સંગીત મયૂર નદિયાએ આપ્યું છે અને ગીતકાર પી.પી. બારૈયા છે. આ ઓરિજિનલ ગીત પણ ખૂબ પોપ્યુલર છે. યૂટ્યૂબ પર ઓરિજિનલ ગીતને ખબર લખાઈ ત્યાં સુધીમાં 48 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કમલેશે ગીત વિશે કહ્યું- ‘મેં 2018માં આ ગીત બનાવ્યું હતું. ત્યારબાદ મેશ્વા ફિલ્મ્સ નામની અમદાવાદની કંપનીએ તેના રાઈટ્સ ખરીદી લીધા હતા. 2019માં મેશ્વા ફિલ્મ્સે પોતાની યૂટ્યૂબ ચેનલ પર આ ગીત અપલોડ કર્યું હતું.’ કમલેશે આ ઈન્ટરવ્યૂમાં એમ પણ જણાવ્યું કે, તેમણે 6000થી વધુ ગીતો ગાયા છે. ઘણાં ગીતો લખ્યા અને કમ્પોઝ કર્યા છે. આ ઉપરાંત કમલેશે સહદેવના પણ વખાણ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!