Viral video

ગોધરામાં યોજાયેલ ડાયરામાં કમાએ ધૂમ મચાવી! કવિરાજ સાથે કરી આવી ધમાલ કે લોકો જોતા જ રહી ગયા…જુઓ વીડિયો

હાલમાં સોશિયલ મીડિયાની દુનિયામાં કમાની ચર્ચાઓ ખુબ જ ઓછી થઇ રહી છે કારણ કે, નવી ઘટનાઓ બનતાની સાથે જ લોકો એ વિષય પર વધારે ચર્ચાઓ કરવામાં લાગી જાય છે. જેવી મોરબીની દુર્ઘટના ઘટી એટલે કમાની ચર્ચાઓ એક બાજુ રહી ગઈ અને ચારો તરફ માત્ર મોરબી દુર્ઘટના વિશે લોકોએ સાંભળ્યું છે અને હાલમાં જ ચૂંટણીની તારીખો જાહેર થતા જ માત્ર લોકોમાં ચૂંટણીનો માહોલ વિશે ચર્ચાઓ થઇ રહી છે પરંતુ હાલમાં જ એક એવી ઘટના બની કે, ચારો તરફ માત્ર કમાની ચર્ચાઓ થઇ રહી છે.

વાત જાણે એમ છે કે, ગોધરાના લોકડાયરામાં કમાએ રંગત જમાવી દીધી અને ફિર એકવાર પોતાના મન પસંદ ગીત પર કવીરાજ સાથે ધૂમ મચાવી હતી. આ ઘટના અંગે જાણીએ તો ગોધરાના ઓરવાડા ગામે યોજાયેલા ભવ્ય લોકડાયરામાં લોકગાયક જિજ્ઞેશ કવિરાજની હાજરીમાં કમાએ ધૂમ મચાવી હતી. કવિરાજે રસિયો, રૂપાળો, રંગરેલિયો..ગીતના તાલે કમલેશ કોઠારિયા ઉર્ફે કમાએ રંગત જમાવી હતી. સૌથી ખાસ વાત એ છે કે, પંચમહાલ સહિત ત્રણ જિલ્લાના 10 હજારથી વધુ પ્રેક્ષકો હાજર રહ્યા હતા.

આ ડાયરાનું આયોજન પંચમહાલ જિલ્લાના ઓરવાડા ખાતે શ્રી ગુરુ શિવાનંદજી સેવા ટ્રસ્ટ તથા ઓરવાડાના ગ્રામજનો દ્વારા બાબા રામદેવજી તથા મહાસતી જસમા માતાના મંદિરના જીર્ણોદ્ધાર નિમિત્તે રાખવામાં આવ્યું હતું. આ ડાયરામાં લોકગાયક જિગ્નેશ કવિરાજ, કમો,‌ ટીમલી ગફૂલી સુપરસ્ટાર વિક્રમ ચૌહાણ અને ટીમલીસ્ટાર રાકેશભાઈ રાવળ હાજર રહ્યા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત મંદિરના જીર્ણોદ્ધાર માટે તમામ અતિથિ તથા‌ જાહેર જનતાએ ખુલ્લા હાથે યથાશક્તિ અલગ અલગ પ્રકારે દાન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ગુરુ શિવાનંદજી સેવા ટ્રસ્ટના આયોજકો-સભ્યોએ ‌અને ઓરવાડા ગામના ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સરસ મજાનું ઇવેન્ટ મેનેજમેન્ટ પ્રખ્યાત કંપની સાંઈ ક્રિષ્ના ઇવેન્ટસના ઓર્ગેનાઈઝર વિનોદભાઈ વીરવાણી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર કમો રહ્યો હતો અને ખરેખર હવે તો કમો સેલિબ્રેટી બની ગયો છે, જ્યાં જુઓ ત્યાં માત્રને માત્ર કમાની જ બોલબાલા છે. ભલે સોશિયલ મીડિયામાં તેની ચર્ચાઓ ઓછી થઇ રહી હોય પરંતુ લોકોના દિલો અને દિમાગમાં માત્ર કમો જ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!