Gujarat

આ દીકરી એ પોતાના લગ્ન મા એવો અઘરો નિર્ણય લીધો કે ચારેકોર વાહ વાહી થઈ ગઈ! જાણો એવું તો શુ કે…

હાલ દીવાળી બાદ લગ્ન ની સીઝન ચાલી રહી છે ત્યાર દરેક લગ્ન કરતા યુગલો માટે પોતાના લગ્ન ને ખાસ કરવા માટે કાઈ ને કાઈ નવીન કરતા હોય છે ત્યારે લાખો અને કરોડો રુપીઆ ખર્ચ કરવા મા આવતા હોય છે ત્યારે ઘણા લોકો એવા પણ હોય છે જે વધારે રુપીઆ ખર્ચ કરવા ને બદલે બીજા લોકો ને ઉપયોગી થવા મા માનતા હોય છે ત્યારે આજે એવી જ એક દીકરીની વત કરીશુ જેણે પોતાના લગ્ન ને યાદગાર બનાવવા માટે સુંદર નિર્ણય લીધો છે.

જો આ અંગે વિગતવાર વાત કરવા મા આવે તો દિવ્ય ભાસ્કર ના એક અહેવાલ મુજબ રાજકોટના ઘાટલીયા પરિવારે દીકરીના લગ્ન આગામી તારીખ 13 તારીખ ના રોજ યોજાવાના છે ત્યારે દીકરી એ પોતાના લગ્ન ને ખાસ અને અન્ય લોકો ના ઉપયોગી થવાનો નિર્ણય કર્યો છે. દીકરી એ પોતાના લગ્ન મા બ્લડ ડોનેશન કેમ્પ યોજવાનો નિર્ણય લીધો છે.

આ દીકરી નુ નામ ઉર્વશી ઘાટલિયા છે અને પોતે ફાર્માસ્ટિસ છે જ્યારે પોતે આ નિર્ણય લેતા પોતાના પરીવાર ને આ વાત જણાવી હતી ત્યારે પરીવાર મા તેમના પિતા પિતા નીતિનભાઈ ઘાટલિયા અને સમગ્ર પરિવારજનોએ આ વાતને વધાવી લીધી. અને દીકરી ની રક્ત તુલા કરવા નો નિર્ણય લીધો હતો.

બ્લડ ડોનેશન કેમ્પમાં અંદાજિત 500 બોટલ રક્ત એકત્રિત થાય તેવી સંભાવના છે. ઉર્વશી જણાવે છે કે, આ પ્રેરણા તેને પોતાના સૌથી મોટી દીકરી છે. શ્રીમદ્ રાજચંદ્ર સંસ્થા સેવા ગ્રૂપના સહયોગથી રક્તદાન કેમ્પ યોજાશે. જે રક્ત એકત્રિત થશે તે રાજકોટ અને અમદાવાદ સિવિલ હોસ્પિટલ અપાશે. ઉર્વશી એ આ નિર્ણય એ માટે લિધો કે થેલિસિમિયાગ્રસ્ત બાળકો અને સિવિલમાં સારવાર માટે આવતા જરૂરિયાતમંદ દર્દીને સરળતાથી અને ઝડપી બ્લડ મળી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!