અચાનક ત્રાટકેલા બે વાવાઝોડાના લીધે વાતાવરણમાં પલટો આવ્યો, ફરી આ રાજ્યમાં થશે કમોસમી વરસાદ.
આપણે સૌ કોઈ જાણીએ છે કે, તાઉ તે વાવાઝોડાનાં આગમનથી અનેક વિપત્તિઓ સર્જાય અને ખાસ વાત એ કે, વાવાઝોડું દૂર હોવા છતા ગુજરાતના અનેક શહેરોમાં પહેલા જ કમોસમી વરસાદનું આગમન થઈ ગયું હતું. ત્યારે આવી પરિસ્થિતિમાંમાં જે પણ દુર્ઘટના ઘટી તે ભયાનક હતી અને તેના વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ. એક વાવાઝોડાનું સંકટ તડયું હતું ત્યાં જ યાસ વાવાઝોડાએ તબાહી મચાવી અને આજ કારણે ભારતમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. જેના લીધે રાજ્યોમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડા કેટલાક રાજ્યોમાં તબાહી મચાવીને જતા રહ્યા છે પણ તેની અસર હવામાન પલટાના સ્વરૂપમાં જોવા મળી રહી છે.
કેટલાક રાજ્યોમાં આગામી પાંચ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હરિયાણા અને રાજસૃથાનના કેટલાક જિલ્લામાં અને તેની આસપાસ વરસાદ પડી શકે છે. નારનૌલ, મહેંદ્રગઢવિરાટનગર, કોટપુતલી, રાજગઢ, લક્ષ્મણગઢ, અલવર અને તેની આસપાસના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડશે.
30 મેથી 2 જૂન દરમિયાન અરૂણાચલ પ્રદેશ, ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, આસામ તેમજ મેઘાલય, તટીય આંધ્ર પ્રદેશ, યનમ અને કેરળ, નાગાલેંડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ અલગ સૃથળોએ ભારે વરસાદની શક્યતાઓ છે, કારણ કે, યાસ વાવા જોડું ઓડિશમાંથી પસાર થઈને આગળ વધી ગયું જેના પગલે આસપાસના રાજ્યોને વધુ અસર થઈ છે, આપણે ગુજરાત રાજ્ય ને યાસ વાવાઝોડાની અસર બહુ વર્તાય નથી.