કરસનભાઈ પટેલ એક સમયે સાયકલ પર વહેંચતા હતા પાવડર ,આજે કરોડો ની છે સંપતિ
આજે આપણે એક એવા વ્યક્તિની વાત કરવા જઈ રહ્યા છીએ જેણે અબજો રૂપિયાની કંપની ઉભી કરી જ્યારે એના પાસે કંઈ પણ ન હતું છતાં અથાગ મહેનત થકી તેણે અનેક સિદ્ધિઓ મેળવી અને આજે તેમનું નામ વિશ્વમાં ગુંજી ઉઠ્યું છે અને ઘર ઘરમાં લોકપ્રિય થયું છે. ચાલો નજર કરીએ નીરમાં ગ્રુપના સ્થાપકની…
ઘર ઘરમાં નિરમા પાવડરની બેટ આપનાર કસન ભાઈ પટેલ.તેમનો જન્મ ઇ.સ ૧૯૪૫માં ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના રૂપપુર ગામમાં થયો હતો તેઓ એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા.યુનિલિવરનો સર્ફ 70 ના દાયકામાં ભારતમાં સૌથી વધુ વેચાયેલો વોશિંગ પાવડર હતો. યુનિલિવર તે સમયે હિન્દુસ્તાન લીવર તરીકે ઓળખાતું હતું. યુનિલિવરની મોટી કંપની હોવાને કારણે કોઈ સ્પર્ધા નહોતી, પરંતુ ઉચી કિંમતને કારણે, મધ્યમ અને ઓછી આવક જૂથના બધા લોકો સર્ફ પાવડર ખરીદવા માટે સમર્થ ન હતા.
કરસનભાઇ પટેલે બજારની માંગને સમજીને નિરમા ડીટરજન્ટની સસ્તી કિંમત અને એમાંયે હવે તો વાસણ કે કપડાં ધોવાનો ડિટર્જન્ટ પાવડર એટલે નિરમા જ એવો પર્યાય પણ થઇ પડ્યો છે.કપડા ધોવાના સાબુથી લઇને નહાવાના સાબુ સહિત કોસ્મેટીક ક્ષેત્રમાં બહોળો વ્યાપાર ધરાવતી નિરમા કંપની પાછળ રહેલા વ્યક્તિની સ્ટોરી પણ એટલી જ રસપ્રદ છે.
અમદાવાદમાં એકદમ નાના પાયે તેમણે કપડાં ધોવાના પાઉડરની કંપની સ્થાપી.ઘરે-ઘરે તેઓ સાઇકલ લઇને આ ડિટર્જન્ટની થેલીઓ આપવા જતાં.ધીમે-ધીમે લોકોને આની ગુણવત્તા સારી લાગી,માંગ વધી.એ વખતે ડિટર્જન્ટ ખુબ મોંઘા હતાં,માટે સામાન્ય વર્ગ માટે એ એક સપનું જ હતું.
.
કરશનભાઈએ અમદાવાદમાં પોતાની દુકાન પણ શરૂ કરી અને એ પછી પાછું વળીને જોયું નથી.એ વખતે બજારમાં મલ્ટિનેશનલ કંપનીઓ જ ડીટરજન્ટ વેચતી પણ આ ગુજરાતી ભાયડાએ તેમને હંફાવીને એક દાયકામાં તો નિરમાને ભારતમાં સૌથી વધુ વેચાતો ડીટરજન્ટ પાવડર બનાવી
ખાસ વાત એ છે કે, કરસનભાઇએ કંપનીનું નામ નિરમા રાખ્યું,જે પોતાની પુત્રી નિરૂપમાના નામ પરથી પાડેલું.પછી તો નિરમા ગ્રુપ બન્યું.ભારતભરમાં તેમના ઉત્પાદનો વેંચાવા લાગ્યાં.કોસ્મોટિક ક્ષેત્રમાં નિરમાએ ઝંપલાવ્યું. કપડા ધોવાના સાબુનું પણ ઉત્પાદન શરૂ થયું.અને એ રીતે પોતાની પ્રોડક્ટમાં વિધવિધ ભાતો ઉમેરતી નિરમા આ ક્ષેત્રની સૌથી સૌથી પ્રખ્યાત થઈ ગઈ.