2 વર્ષનો બાળક બેભાન થયો,મા દોડીને હોસ્પિટલે લઈ ગઈ,ખબર પડી કે,સિક્કો ગળી ગયો! આ રીતે સિક્કો કાઢશે..

આપણે સમાચારમાં અનેક વાર નાના બાળકો વિશે ચોંકાવનાર ખબરો વિશે જાણતાં હોય છે. જેમાં બાળકો રમતા રમતા વસ્તુઓ ગળી જાય છે. ખરેખર આ ઘટના ખૂબ જ ગંભીર છે. હાલમાં જ 2 વર્ષના બાળક રમતા રમતા રૂપિયાનો સિક્કો ગળી લેતા ગંભીર પરિસ્થિતિ સર્જાય હતી. ખરેખર આ ઘટના તમામ માતા પિતાઓ માટે એક શીખ લેવા જેવી છે. ક્યારેય પણ બાળકોને આવી વસ્તુઓ ન આપવી જોઈએ.

ખરેખર આ ઘટના થી પરિવાર માં ચિંતાનો માહોલ સર્જાયો હતો. સુત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, હાલમ જ સુરતમાં 2 વર્ષનો બાળક રમતા ઊલટીઓ કરવા લાગ્યો અને અચનાક બેભાન થઈ જતા તાત્કાલિક108માં સિવિલ ખસેડાયો હતો. વાત જાણે એમ છે કે, તમામ પ્રકારના રિપોર્ટ બાદ એક્સ-રેમાં બાળકના ધાતુનો સિક્કો દેખાતા ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા હતા. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે બાળક ચલણી સિક્કા સાથે રમતું હતું.

માતા પિતા યુપી બનારસના રહેવાસી છે અને સુરતમાં સંચા કારીગર તરીકે કામ કરી બે બાળક અને પત્નીનું ભરણ પોષણ કરી રહ્યા છે. આજે તેમનો નાનો દીકરો આદર્શ ઘર બહાર રમતો હતો. અચાનક ઊલટીઓ થતા જોઈ માતા સુરેખાબેન ગભરાઈ ગયા હતા. હાલમાં ડોક્ટરો એ એક્સરે દ્વારા એ તો નક્કી કરી લીધું કે, રૂપિયાનો સિક્કો અંદર છે.

ડોક્ટરોએ માસૂમ આદર્શને દાખલ કરી દીધો છે હતો અને તમામ રિપોર્ટ અને એક્સરે જોયા પછી ડોક્ટરોનું કહેવું છે કે,સિક્કો કાઢવા માટે પહેલા નરમ અને હલકા ખોરાકનો ઉપયોગ કરાશે જો એમ કરવાથી ન નીકળે તો પછી ઓપરેશનનો વિકલ્પ કરી શકાય, પહેલા તો હાલ બાળકની તબિયત સારી છે એટલે એને મોઢા વડે જે પણ આપી શકાય એ ખોરાકથી સિક્કો પેટમાં લઈ જવાનું અને કુદરતી હાજત વડે બહાર કાઢવાનો પ્રયાસ કરાશે. ખરેખર આ ઘટના દુઃખ દાયક છે, આપણે પ્રાર્થના કરીએ કે જલ્દી થી સિક્કો બહાર નીકળી જાય.

 

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *