મજુર નો દીકરો KBC મા પહોંચી ગયો ! બચ્ચને કીધુ કે “અબ મજદૂર કા બેટા…

ગરીબી ક્યારેય પણ તમારી સફળતામાં બાંધા નથી બનતી. હાલમાં જ એક મજુરનો દીકરો KBC મા પહોંચ્યો છે, આ યુવક વિશૅ અમિતાબ બચ્ચનએ પણ ખુબ જ વખાણ કર્યા છે. આ યુવકનો પ્રેમો વાયરલ થઇ રહ્યો છે, આ પ્રોમોમાં તે કહે છે કે, ‘મેં ઘણાં ઇન્ટરવ્યુ આપ્યાં. લોકોએ મને કહ્યું કે મજૂરનો દીકરો મજૂરી કરશે. હું સમાજમાં સન્માન મેળવવા માંગુ છું’ ત્યારે અમિતાભે તેને પ્રોત્સાહિત કરતા કહ્યું- ‘મજૂરનો દીકરો માલિક બની શકે છે’આના પર દર્શકોએ પણ જોરથી તાળીઓ પાડીને તેમનું સ્વાગત કર્યું. ચાલો અમે આપને જણાવી કે આ યુવક કોણ છે અને કઈ રીતે અહીંયા સુધી પહોંચ્યો.

મોહસીન લગભગ 7 વર્ષથી ભીલવાડાના કૃષિ બજારમાં હમાલ (પલ્લાદરી)નું કામ કરે છે. કોણ બનેગા કરોડપતિમાં આવવા માટે 30 વર્ષીય મોહસીન 9 વર્ષથી પ્રયાસ કરી રહ્યો હતો.મોહસીનના જીવન વિશે જાણીએ તો ભીલવાડા શહેરના ભવાની નગરમાં રહે છે અને તેના પરિવારમાં ચાર બહેનોનો એકમાત્ર ભાઈ છે. તે તેના પિતા મહેબૂબ મન્સૂરીને બજારમાં બારદાનની થેલીઓ લઈ જતા જોઈને મોટો થયો છે. મોહસિને આવી પરિસ્થતિઓ વચ્ચે પણ અભ્યાસ ચાલુ રાખ્યો. તેણે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે

છેલ્લા 9 વર્ષથી તે સોની ટીવીના લોકપ્રિય શો કેબીસીમાં આવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. આખરે તેને સફળતા મળી.મોહસીન ભલે મજૂરનો દીકરો હોય પરંતુ તે સમાજમાં સન્માન મેળવવા માંગે છે. ગરીબીને કારણે મોહસીનને ઘણા ટોણા સાંભળવા પડે છે. લોકોએ તો ત્યાં સુધી કહ્યું કે મજૂરનો દીકરો મજૂરી કરશે. કેબીસીમાં પસંદગી પામીને મોહસિને આવું કહેનારાઓને જડબાતોડ જવાબ આપ્યો છે.

મોહસીનના પિતા મહેબૂબ મન્સૂરી પણ આ બજારમાં બોરીઓ લઈ જાય છે. દાદા રૂસ્તમ મન્સૂરી પણ અહીં બોરીઓ લઈ જતા હતા. હમાલ એસોસિએશનના પ્રમુખ શંકરલાલે જણાવ્યું કે મોહસીન શરૂઆતથી જ મહેનતુ છોકરો છે. નાનપણથી જ તે ગરીબીમાં મોટો થયો હતો. એક હમાલવાળાનો દીકરો કેબીસીના સ્ટેજ પર પહોંચ્યો. આ બહુ મોટી વાત છે. પહેલા હમાલ વિચારતો હતો કે રોજની મજૂરી કરીને તે પોતાના બાળકોનું ધ્યાન રાખશે. હવે હમાલ મોહસીનને જોઈને અમે અમારા બાળકોને ઉચ્ચ પદ પર જોવાનું સપનું જોઈ રહ્યા છીએ.

મોહસીન સાથે હમાલ તરીકે કામ કરનાર સહકર્મીઓએ જણાવ્યું કે તેણે કામની સાથે સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો. તેને જોઈને ખૂબ જ આનંદ થાય છે. તે દિવસે સામાન ઉપાડતો અને રાત્રે અભ્યાસ કરતો. દિનેશ ખરાડે જણાવ્યું કે, તેમણે એક મહિના પહેલા KBC તરફથી કોલની જાણ કરી હતી. અમે તેને તૈયારી કરવાનું કહ્યું. બજારમાં સિઝન હોવાથી તે દિવસભર મજૂરીમાં વ્યસ્ત રહેતો હતો. આટલા મોટા શોમાં સિલેક્ટ થયા પછી પણ તેણે કામ કરવાનું બંધ કર્યું નથી. કામમાંથી ફ્રી થયા પછી તે તૈયારી કરવા લાગ્યો. મોહસીન રોજના અત્યારે 300 રૂપિયા કમાઈ છે અને વધારે કામ કરીને 400 રૂપિયા મેળવે છે અને હવે એ દિવસ દૂર નથી કે મોહસીન કરોડપતિ બની જશે. હવે જોવાનું રહ્યું કે મોહસીન કેટલી રકમ જીતે છે?

તમે અહીંથી શેર કરી શકો છો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *