Gujarat

મિત્રની મદદ કરવા ગયેલા યુવાનો ને કાળ આંબી ગયો ! બુલટે અને બોલેરો વચ્ચે ભયંકર અકસ્માત થતા એક સાથે..

હાલ ના સમય મા હીટ એન્ડ રન અને અકસ્માત ની ઘટનાઓ મા સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરી ને મોટા શહેરો મા આ પ્રકાર ની ઘટના સતત બની રહી છે ત્યારે વડોદરા નજીક વડોદરા-સાવલી રોડ પર આસોજ ગામ પાસે આવી જ એક ઘટના સામે આવી હતી જેમા બે યુવાનો ના કમકમાટીભર્યા મોત થયા હતા જ્યારે અન્ય એક યુવાન ને ગંભીર ઈજાઓ પહોંચા સારવાર માટે હોસ્પિટલે ખસેડાવા મા આવ્યો હતો.

ઘટના અંગે વિગતવાર વાત કરવા મા આવે તો વડોદરાના પાણીગેટ બાવચાવાડમાં રહેતા ત્રણ યુવાનો મંજુસર GIDCથી બુલેટ ઉપર વડોદરા આવી રહ્યા હતા ત્યારે સાવલી તાલુકાના આસોજ ગામના પાટીયા પાસે સામેથી રોંગ સામા આવતા બોલેરો ચાલકે બુટેલ સવાર ત્રણેય મિત્રો ને અડફેટે લીધા હતા જ્યારે આ ઘટના મા એક યુવાન કિશન વણઝારાનું સ્થળ પર મોત નીપજ્યું હતું.

જ્યારે અન્ય બે ઇજાગ્રસ્ત યુવાને ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખેસડવા મા આવ્યા હતા જ્યા ગૌતમ નંદલાલ કહારનુ ટુકી સારવાર બાદ મોત થયું હતું આ ઉપરાંત અન્ય એક યુવાન દેવ રજનીશભાઇ ને ગંભીર ઇજાઓ માંજલપુર ખાતે આવેલી ખાનગી તેની સારવાર હાલ ચાલું છે. જ્યારે ઘટના ને લીધે મૃતકો ના પરિવાર મા અરેરાટી મચી ગઈ હતી.

જ્યારે ઘટના અંગે દેવના કહાર પિતા રજનીશભાઇ કહારે જણાવ્યું હતું કે, હું પાણીગેટ બાવચાવાડ સ્લમ ક્વાટર્સ પાછળ પરિવાર સાથે રહું છું. મારો પુત્ર દેવ ધોરણ-10માં અભ્યાસ કરે છે. ગૌતમ કહાર પણ પાણીગેટ બાવચાવાડ, સ્લમ ક્વાટર્સમાં બ્લોક નંબર-3, રૂમ નંબર-56માં રહે છે. જ્યારે દંતેશ્વર સાંઇનાથ નગરમાં કિશન વણઝારા રહે છે. અને મંજુસર પાસેની કંપનીમાં નોકરી કરે છે. તેની મોટર સાઇકલને પંકચર પડતા તેણે તેના મિત્ર ગૌતમ કહારને મદદ માટે બોલાવ્યો હતો. આથી ગૌતમ કહાર તેના મિત્ર દેવ કહારને લઇ મંજુસર ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!