Entertainment

ગળધરાનું ખોડિયાર મંદિર જ્યાં માતાજીના મસ્તિકની પૂજા થાય છે, માતાજી કર્યા આવા ચમત્કાર કે…

ગુજરાતની ધરા પર અનેક માતાજી બિરાજામન છે, જ્યારે ખોડિયાર માતાનાં અનેક જગ્યાએ મંદિરો આવેલાં છે પણ અમરેલી જીલ્લાના ધારીગામ પાસે ગળધરા માંખોડિયારમાનું અત્યંત લોકપ્રિય અને અલૌકિક મંદિર છે.સૌરાષ્‍ટ્રનાં ખોડિયાર માતાજીના મુખ્‍ય ચાર મંદિરો પૈકીનું ગળધરા એક છે. આ મંદિર અમરેલી જીલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે આવેલુ છે. અહીં શેત્રુંજી નદી ની વચ્ચે ખુબ ઉંડો પાણીનો ધરો આવેલો છે. તેને ગળધરો અથવા કાળીપાટ ઘુનો પણ કહેવાય છે

ઘુનાની બાજુમાં ઊંચી ભેખડો ઉપર રાયણનાં ઝાડ નીચે આઈ શ્રી ખોડિયાર માતાજી સ્થાપનાં થયેલી છે.એક રાક્ષસ હતો તેનો સંહાર કરીને સાતેય બહેનોએ તેને ખાંડણીયામાં ખાંડી નાખ્યો. ત્યાર બાદ ખોડીયાર માતાએ પોતાનો મનુષ્યદેહ એ ધરામાં ગાળી નાખ્યું. ત્યાં માત્ર ગળાનો અંશ દેખાતો રહ્યો તેથી તે ગળધરા કહેવાયું. ત્યાં સ્વયંભું ગળુંઅહીંબીરાજમાન છે. માઁના મસ્તકની પૂજા થાય છે. મંદિરના ઘણા સંતો – મહંતોને અહીં માતાજીએ કન્યા રૂપમાં દર્શન દીધા છે. ચોથા સૈકામાં આ ધરો નાગધરાથી ઓળખાતો પણ ખોડીયાર માતાના દેહવિલય બાદ એ ગળધરો જ કહેવાય છે.

સૌથી મહત્વની વાત એ છે કે,નવઘણનેે માતાજીએ અહીં જ દર્શન આપ્યા હતાં. નવઘણ (ઇ.સ. ૧૦૨૫) ખોડીયાર માઁની માનતાથી આવેલો પુત્ર હતો. રા’દયાસને ચુમ્માલીસ વર્ષ સુધી પુત્ર પ્રાપ્તિ નહોતી થઇ ત્યારે તેના પટરાણી સોમલદેવે આઇ ખોડીયાર પાસે પુત્ર પ્રાપ્તિની યાચના કરી. અને સોઢી રાણીની શ્રદ્ધા ફળી અને માઁ ખોડીયારની કૃપાથી નવઘણનો જન્મ થયો ખરેખર આ માતાજી નાં પરચા અનેક છે.

સૌથી મહત્વની વાત તો એ છે કે,આ મંદિર એ ઉપરની સપાટીએ આવેલું છે અને નીચે સાચું સ્વર્ગ છુપાયેલું છે. આ મંદિર ની સમીપે ડેમનો ધોધ એટલો અતિ અલૌકિક છે કે, તે દ્રશ્ય આપણે જોતા જ રહી જઈએ અને એમાં પણ ચોમાસાની ઋતુમાં પાણીની ભુલભુલૈયામાં ખોવાઈ જવાનું મન થાય. ધારીના લોકો અહીં ખુલ્લા પગે ચાલતા આવીને લાપસીની માનતા પણ કરે છે. ખોડીયાર મંદિરની બાજુમાં હિંગળાજ માતાનું પણ મંદિર આવેલું છે જે 2 કીમી. દૂર છે. ત્યાં પણ કુદરતી દ્રશ્યોનો ભરપૂર નજારો જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!