Gujarat

ગુજરાતી આખબાર……

દીકરી એટલે વ્હાલનો દરિયો અને આમ પણ પિતાની પડછાઈ કહેવાય છે. દીકરી પિતા માટે કંઈ પણ કરી શકે છે અને તેનું ઉત્તમ ઉદ્દહરણ અમે આપને આજે જણાવીશું. આ ઘટના જાણીને તનારું હૈયુ ખીલી ઉઠશે. ખરેખર આ ઘટના ખૂબ જ પ્રેરણાદાયક છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે  હાલમાં જ સોશિયલ મીડિયામાં એક દીકરી મેં પોલીસ મીઠાઈ ખવડાવી રહી છે એવી તસ્વીર વાયરલ થયેલ  અને તમને જાણીને નવાઈ લાગશે કે આ તસ્વીરમાં જોઈને લાગશે કે, કંઈ સિદ્ધિ મેળવી હશે પરતું બન્યું એવું કે, આ દીકરી તેના પિતાની રીક્ષા લેવા ગયેલ.

બન્યું એવું હતું કે,પરિવહનના નિયમોને તોડવાને કારણે એક વ્યક્તિની ઈ રીક્ષા પોલીસ દ્વારા જપ્ત કરી લેવામાં આવી. ઈ રીક્ષા જપ્ત થયા પછી તે વ્યક્તિએ પોલીસને પોતાની ઈ રીક્ષા છોડવાઓ ઘણો આગ્રહ કર્યો, પણ પોલીસે વ્યક્તિનું જરા પણ સાંભળ્યું નહિ અને ઈ રીક્ષાને પોલીસ સ્ટેશન લઈ ગયા.એક દીકરી પિતાને મુશ્કેલીમાં નાં જોઈ શકે. દીકરીને એ વાતની જાણકારી મળી, તો તે તરત પોલીસ સ્ટેશનમાં પિતાની ઈ રીક્ષા છોડાવવા માટે પહોંચી ગઈ.

સ્ટેશન જઈને શીતલે પોલીસને જણાવ્યું કે, આજે તેનો જન્મ દિવસ છે, એટલા માટે તેઓ તેના પિતાની રીક્ષા છોડી દે. શીતલની આ વાત સાંભળીને પોલીસ નિરીક્ષક નરેન્દ્ર શર્માનું હૃદય પીગળી ગયું, અને પોલીસે શીતલના પિતાની રીક્ષા છોડી દીધી.પોલીસે શીતલના પિતાની ઈ રીક્ષા છોડતા સમયે તેને મીઠાઈ પણ ખવડાવી અને તેને જન્મ દિવસની શુભકામના પણ આપી. સાથે જ છોકરીને અને તેના પિતાને પરિવહનના નિયમ પણ જણાવ્યા.

તેનું પાલન કરવા કહ્યું. પોલીસના જણાવ્યા અનુસાર, છોકરીને મીઠાઈ ખવડાવીને તેના પિતાની ઈ રીક્ષા છોડી દેવામાં આવી. ઈ રીક્ષાને છોડવાની સાથે જ તેના પિતાને નિયમોનું પાલન કરવાની સૂચના પણ આપવામાં આવી.પોલીસ અનુસાર, ભૂરા યાદવે બુધવારે લોહામંડી ક્ષેત્રમાં પોતાની ઈ રીક્ષાને ‘નો પાર્કિંગ’ ઝોનમાં મૂકી દીધી હતી. ત્યારબાદ પોલીસ તે ઈ રીક્ષાને નો પાર્કિંગ ઝોનમાંથી ઉપાડીને પોલીસ સ્ટેશન લઈ આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!